ટ્વીટર ડીલ: એલોન મસ્કે કર્યું એલાન, નહિ ખરીદે ટ્વીટર; કંપની પર લગાવ્યા જાણકારી છુપાવવાના આરોપ
વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લા કંપનીના સીઈઓ એલોન મસ્કે શુક્રવારે એક મોટી જાહેરાત કરી છે. વાસ્તવમાં એલોન મસ્કે ટ્વિટરને એક પત્ર મોકલ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેમણે પોતાના તરફથી ટ્વિટર ડીલ કેન્સલ કરી દીધી છે. એલોન મસ્કે જણાવ્યું કે તેઓ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદવાનો સોદો સમાપ્ત કરી રહ્યા છે. ન્યૂઝ એજન્સી અનુસાર, તેમણે કહ્યું કે ટ્વિટર નકલી અને સ્પામ એકાઉન્ટ્સ પર બાકી માહિતી પ્રદાન કરવામાં નિષ્ફળ રહ્યું છે એલોન મસ્કના વકીલે ટ્વિટર પર લખ્યું છે કે એલોન મસ્કે ડીલ ખતમ કરી દીધી છે. તેઓ આવું એટલા માટે કરી રહ્યા છે કારણ કે ટ્વિટર નકલી અને સ્પામ એકાઉન્ટ પર પેન્ડિંગ માહિતી આપવામાં નિષ્ફળ રહ્યું છે.
અનોખી સેન્ડવીચ: તમે ખાધી છે ક્યારેય આઈસ્ક્રીમ સેન્ડવીચ? ભાવનગરમાં લોકો ઉમટી પડ્યા, જુઓ Video
ટ્વીટરે મસ્કને કર્યો ગુમરાહ : વકીલ
વકીલે વધુમાં કહ્યું કે ટ્વિટરે એલોન મસ્ક સાથે કરેલા કરારનું ઉલ્લંઘન કર્યું છે. મસ્કના વકીલે વધુમાં જણાવ્યું કે ટ્વિટર કંપનીએ એલોન મસ્કને ખોટી અને ગેરમાર્ગે દોરનારી રીપ્રિઝેન્ટેશન રજુ કરી અને મર્જર કરાર સમયે એલોન મસ્કે કંપની પર ભરોસો કરી લીધો. તમને જણાવી દઈએ કે આ પહેલા એલોન મસ્કે કહ્યું હતું કે જો ટ્વિટર ફેક અથવા સ્પામ એકાઉન્ટની સંખ્યાના 5 ટકાથી ઓછા નહીં બતાવે તો તે આ સમગ્ર ડીલમાંથી પીછેહઠ કરશે.

એલોન મસ્કે પ્લેટફોર્મ પર હાજર ફેક યુઝર્સ અંગે સવાલો ઉઠાવ્યા
જો કે, આ સમગ્ર મામલે ટ્વિટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે પ્લેટફોર્મ પરથી દરરોજ 1 મિલિયન સ્પામ એકાઉન્ટ હટાવવામાં આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા એલોન મસ્કે કહ્યું હતું કે ડીલ ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નો પર અટકી છે, જેમાંથી એક પ્લેટફોર્મ પર હાજર ફેક યુઝર્સ પણ છે. તેમણે કહ્યું કે અમે જલ્દીથી ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ આ અમારા માટે ઘણું મહત્વ ધરાવે છે.
મસ્કે એવો પણ આક્ષેપ કર્યો હતો કે સ્પામ એકાઉન્ટ્સની સાચી સંખ્યા ઘણી વધારે છે, સંભવિત રીતે 90 ટકા સુધી. મસ્કે અગાઉ કહ્યું હતું કે જ્યાં સુધી કંપની તેના સ્પામ મેટ્રિક્સના પ્રમાણ પ્રદાન ન કરે ત્યાં સુધી સંપાદન આગળ વધી શકશે નહીં”.
એલોન મસ્કને 1 અબજ ડોલરનો દંડ ભરવો પડશે
તમને જણાવી દઈએ કે એલોન મસ્કની આ જાહેરાત બાદ ટ્વિટરના શેરમાં 6 ટકાનો ઘટાડો થયો. નોંધપાત્ર વાત એ છે કે, એલોન મસ્કને ડીલ કેન્સલ કરવા માટે 1 બિલિયન ડોલર પણ ચૂકવવા પડી શકે છે. કારણ કે આ ડીલ મુજબ બંને પક્ષો (એલોન મસ્ક અને ટ્વિટર)માં જેમના વતી આ ડીલ કેન્સલ થશે, તેણે 1 અબજનો દંડ ચૂકવવો પડશે.