બાઇક સ્લીપ થતા બે માસની બાળાનું મોત
- બાઇક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા રસ્તા વચ્ચે ફંગોળાઈને ગંભીર ઇજાઓ થઈ હતી.
- બે માસની બાળકીને વધુ સારવાર મળે તે પહેલાં તેનું મોત થયું હતું.
સાયલાના સોખડા ગામના ભોળાભાઈ સગરામભાઈ સાકરિયા અને તેમના પત્ની સોનલબેન અને બે માસની દીકરી રોહિણીને લઈ પિયર ધજાળાથી બાઇક પર સોખડા ગામે જઈ રહ્યા હતા. દરમિયાન ધાંધલપુર ચોકડી પાસે નીનામા ગામના રસ્તેથી પૂરઝડપે આવતા બાઇક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ભોળાભાઈ, તેમના પત્ની સોનલબેન અને દીકરી રોહિણી રસ્તા વચ્ચે ફંગોળાઈને ગંભીર ઇજાઓ થઈ હતી.
વઢવાણ સુરેન્દ્રનગર હાટકેશ્વર મંદિરનો પાટોત્સવ સાદગીપૂર્ણ રીતે યોજાયો
ઇજા પામેલાને સારવાર માટે ચોટીલા દવાખાને લઈ જતા બે માસની બાળકીને વધુ સારવાર મળે તે પહેલાં તેનું મોત થયું હતું. ભોળાભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થતા વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા. ધજાળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વઢવાણ સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ ઉપરથી પશુ ભરેલ ગાડી પોલીસે ઝડપી પશુઓ મુક્ત કરાવ્યા