Vastu Tips : ઘરમાં ભૂલથી પણ ન લગાવતા સાત ઘોડાની આવી તસવીર, નહીંતર તળિયાઝટક થઈ જશે તિજોરી
વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં સુખ-સમૃદ્ધી અને સંપન્નતા લાવવા માટે ઘણા નિયમો અંગે જણાવવામાં આવ્યું છે. જેનુ પાલન કરીને વ્યક્તિ જીવનમાં આનંદ મેળવી શકે છે. એવામાં વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં પેઈન્ટિંગ્સ લગાવતી સમયે પણ અમુક વાતો પર ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે.
- ઘરમાં સાત ઘોડાની તસ્વીર ભૂલથી પણ ના લગાવતા
- ઘરમાં પેઈન્ટિંગ લગાવતા પહેલા આ બાબતોનુ રાખો ખાસ ધ્યાન
- ઘરમાં લગાવવા માટે છે અમુક નિયમો જેનું ધ્યાન રાખવુ
ઘરમાં પેઈન્ટિંગ લગાવતી સમયે આ વાતનું રાખો ધ્યાન
ઘરમાં લગાવેલી તસ્વીર ઘરમાં સકારાત્મકતા અને નકારાત્મકતાના વાસમાં સહાયક હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં આ તસ્વીરને ગતિ, સફળતા અને શક્તિનું પ્રતીક માનવામાં આવી છે. સફેદ રંગના આ સાત ઘોડાને શુભ માનવામાં આવે છે. ઘર અથવા ઑફિસમાં લોકો આ તસ્વીર લગાવતા હોય છે. માન્યતા છે કે તેને ઘરમાં લગાવવાથી પ્રગતિ થાય છે. પરંતુ ઘરમાં લગાવવાના અમુક નિયમો જણાવવામાં આવ્યાં છે, જે મુજબ ઘરમાં તેને લગાવવાથી દૂર રહેવુ જોઈએ.
ઘરમાં 7 ઘોડાની તસ્વીર લગાવવાના છે આ નિયમ
- વાસ્તુ જાણકારોનુ માનવુ છે કે ઘરમાં સાત ઘોડાની તસ્વીર ભૂલથી પણ ના લગાવી જોઈએ. જે અલગ-અલગ દિશામાં ભાગી રહ્યાં છે. પરંતુ એક જ દિશા તરફ ભાગતા ઘોડાની તસ્વીર લગાવવી જોઈએ.
- ક્યારેય પણ સાત ઘોડાથી ઓછા અથવા પછી તેનાથી વધુ ઘોડાવાળી તસ્વીર ના લગાવવી જોઈએ. આવુ કરવાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે.
- ઘરમાં એવા ઘોડાની તસ્વીર ના લગાવો જે જોવામાં આક્રોશિત ના હોય. ઘરમાં આ પ્રકારની તસ્વીર લગાવવાથી વાદ-વિવાદ વધે છે.
- વાસ્તુ મુજબ ઘરમાં એકલા ઘોડાની તસ્વીર ના લગાવશો. આવુ કરવાથી ઘરમાં ધન હાનિની શક્યતા ખૂબ વધી જાય છે.
- ઘરમાં દોડતા ઘોડાની તસ્વીર શુભ હોય છે. પરંતુ આ ઘોડા કોઈ યુદ્ધસ્થળ પર ના દોડી રહ્યાં હોય. આવુ કરવાથી નકારાત્મક ઉર્જા આવે છે.
- એવા ઘોડાની તસ્વીર ના લગાવશો જે રથ ખેંચતા દેખાતા હોય.
- જો ઘરમાં સાત ઘોડાની તસ્વીર લગાવી રહ્યાં છો, તો આ વાતનુ ધ્યાન રાખો કે તેનો રંગ ફક્ત સફેદ જ હોય. સફેદ ઘોડાને શાંતિનુ પ્રતિક માનવામાં આવે છે.
- આ વાતનુ ખાસ ધ્યાન રાખો કે આ ઘોડા ગતિમાન અવસ્થામાં હોય. આ ઘોડા એક જગ્યાએ ઉભા ના હોય અને બેઠા પણ ના હોય.