Vegetable Prices- શાકભાજીના ભાવમાં કિલોએ રૂ.50થી 80નો વધારો

Photo of author

By rohitbhai parmar

Vegetable Prices- શાકભાજીના ભાવમાં કિલોએ રૂ.50થી 80નો વધારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની અસર જનજીવન સાથે હવે શાકભાજી પર થઇ છે. જિલ્લામાં પાકતુ શાકભાજી આ વરસાદના કારણે બગડી ગયાની બૂમરાણો ઊઠી છે. જેની અસર શાકભાજીના ભાવો પર પડી છે.

Google News Follow Us Link

Vegetable Prices Increase in price of vegetables by Rs.50 to 80 per kg

  • માર્કેટિંગ યાર્ડમાં વરસાદના કારણે શાકભાજી બગડી જતા 15 ટકા ઘરાકી ઘટી

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની અસર જનજીવન સાથે હવે શાકભાજી પર થઇ છે. જિલ્લામાં પાકતુ શાકભાજી આ વરસાદના કારણે બગડી ગયાની બૂમરાણો ઊઠી છે. જેની અસર શાકભાજીના ભાવો પર પડી છે. હાલ 15 ટકા ઘરાકી ઘટી ગઇ છે. હાલ જિલ્લામાં દૈનિક 2500 મણ આવતું શાકભાજી હાલ 1500 મણે અટકી ગયું હતું.

જિલ્લામાં સારા પ્રમાણમાં શાકભાજી વાવેતર કરાય છે. ત્યારબાદ જિલ્લા તેમજ જિલ્લા બહારથી વઢવાણ યાર્ડમાં શાકભાજી વેચવા માટે છે. પરંતુ જિલ્લામાં ભારે વરસાદની અસર શાકભાજીઓ પર પડી છે. યાર્ડમાં 50થી વધુ વેપારી આવેલા છે. અને જિલ્લામાં દૈનિક અંદાજે 2500 મણ શાકભાજી આવતી તેની જગ્યાએ હાલ 1500 મણે અટકી ગઇ છે. વરસાદના કારણે જિલ્લામાં શાકભાજીના વાવેતર ઉપર પાણી ફરી વળ્યા હોવાના ઘાટ સર્જાયો હતો. જેના કારણે પૂરતા પ્રમાણમાં હવે શાકભાજી યાર્ડો કે વેપારીઓના થડાઓ ઉપર આવતી નથી.

System Disrupted – સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાઈ

હાલના, સપ્તાહ પહેલાના ભાવ

શાકભાજી હાલના ભાવ અગાઉ ભાવ
દૂધી 60-70 20-30
રીંગણા 80-100 30-40
કાકડી 70-80 30-40
પાલક 100-120 30-40
કોથમરી 230-300 100-120
ગવાર 80-100 50-60
લીંબુ 50-60 200-250

 

શાકભાજી ઓછી આવવાના કારણે ભાવમાં વધારો થયો છે. જેની અસર શાકભાજીના ભાવો પર થતા ગૃહિણીઓ પણ પરેશાન બની છે. આ અંગે શાકભાજીના વેપારી કિશનભાઈ આર. સાકળિયા, સોહમભાઈ પનાળિયા, જિગ્નેશભાઈ પી. મકવાણા, રમેશભાઈ આર. લકુમ, અતુલભાઈ બી. સાકળિયા, રાજુભાઈ દયારામભાઈ લકુમ, ધવલભાઈ જી. શ્રીમાળી વગેરેએ જણાવ્યું કે, હાલ શાકભાજીના ભાવમાં રૂ.50થી 80નો વધારો થયો છે. ઘરાકીમાં 15થી 20 ટકા ઘટાડો દેખાઇ રહ્યો છે.

જિલ્લામાં ચોમાસા સિઝનનું શાકભાજીનું વાવેતર અંદાજે 4000 હેકટરમાં કરવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે શાકભાજીના વાવેતર પર અસર થઇ છે. ત્યારે જ્યાં પાણીનો નિકાલ નથી થઇ શકતો તેવા ખેતરો કે સ્થળોએ શાકભાજીનું વાવેતર કર્યું હોય અને જમીનમાં પાણીના ભરાવાના કારણે તે પાણી પાકના મૂળ સુધી રહેતા હોવાથી પાક અસર થાય છે. ત્યારે આ વાવેતરમાં કેટલું નુકસાન થયું છે તેનો પણ તંત્ર દ્વારા સર્વે હાથ ધરાયું છે.

Bhatigaal Mela – ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજથી ભાતીગળ મેળાનો પ્રારંભ, ગ્રામીણ ઓલિમ્પિક અને પરંપરાગત સ્પર્ધાઓનું આયોજન

ખેતીવાડી વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ કેમિકલ ખાતરનો ઉપયોગ કરીને મોટા ભાગના લોકો શાકભાજીનું વાવેતર કરે છે. તેમાં વરસાદી સાથે પાણીના ભરાવાથી પાકને નુકસાન થાય છે. પરંતુ જો લોકો પ્રાકૃતિક ખેતીની પધ્ધતિ અપનાવે તો તેમાં નુકસાન થતું નથી. આથી લોકોએ આ ખેતી પધ્ધતિનો વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ.

વઢવાણ યાર્ડમાં જિલ્લાના ગામડા સહિત સુરત, વડોદરા, અમદાવાદ, નવસારી, મહેસાણા સહિતના બહારના જિલ્લાઓમાંથી આવે છે. અને યાર્ડમાં 60થી 70 જેટલા વેપારી શાકભાજીનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે અંદાજે દરરોજ 10થી 15 પીકઅપ ગાડીઓમાં એટલે કે 30થી 40 ટન જેટલું શાકભાજી લાવવામાં આવે છે. જ્યારે 15થી વધુ રિટેલ વેપારી પણ શાકભાજીનો વેપારી કરી રહ્યા છે.

Gujarat Edible Oil- તહેવારો પર સીંગતેલ-કપાસિયા તેલના ભાવમાં ભડકો

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link