Ratan Tata – દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, 86 વર્ષની ઉંમરે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

Photo of author

By rohitbhai parmar

Ratan Tata – દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, 86 વર્ષની ઉંમરે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

જાણીતા બિઝનેસ ટાયકૂન અને ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થયું. તેમણે ક્યારેય લગ્ન ન કર્યા અને આખી જિંદગી આવી રીતે જ વિતાવી દીધી. પરંતુ એવું નથી કે તેમના જીવનમાં કોઈ નહોતું. એક ઇન્ટરવ્યુમાં રતન ટાટાએ કહ્યું હતું કે તેઓ હંમેશા એક પરિવાર ઇચ્છતા હતા.

Google News Follow Us Link

Veteran industrialist Ratan Tata passes away at the age of 86 at a Mumbai hospital

ભારતના વિખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે મુંબઈની એક હૉસ્પિટલમાં અવસાન થયું છે. ટાટા સન્સના ચૅરમૅન એન. ચંદ્રશેખરને ટાટા જૂથ તરફથી નિવેદન બહાર પાડીને રતન ટાટાના નિધનની પુષ્ટિ કરી હતી.

સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર 7મી ઑક્ટોબરે વહેલી સવારે 86 વર્ષના રતન ટાટાનું બ્લડપ્રેશર ઘટી જતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રતન ટાટાના નિધન વિશે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન સહિત દેશના અનેક દિગ્ગજોએ શોક વ્યક્ત કર્યો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ઍક્સ પર લખ્યું કે રતન ટાટાના નિધનથી ભારતે એવા આઇકન ગુમાવી દીધા, જેમણે કૉર્પોરેટ વિકાસને દેશના નિર્માણ સાથે અને ઉત્કૃષ્ટતાને નૈતિકતા સાથે જોડ્યાં.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઍક્સ પર લખ્યું, “રતન ટાટા વિઝનરી બિઝનેસ લિડર તથા અસામાન્ય વ્યક્તિ હતા. તેમણે દેશના પ્રતિષ્ઠિત ઉદ્યોગગૃહને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું.”

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપતા ઍક્સ પર લખ્યું કે રતન ટાટા દૂરદૃષ્ટા હતા. તેમણે વેપાર અને સખાવતી પ્રવૃત્તિ ક્ષેત્રે પોતાની છાપ છોડી છે.

દેશના ગૃહમંત્રી રાજનાથસિંહે રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપતા ઍક્સ પર લખ્યું, “શ્રી રતન ટાટાના નિધનથી દુખી થયો છું. તેઓ ભારતીય ઉદ્યોગજગતનું અસામાન્ય વ્યક્તિત્વ હતા.

AHMEDABAD – 22 વર્ષ બાદ દીકરાએ બોલેરોથી જ હત્યા કરીને બદલો લીધો, જાણો દીકરાનું ‘બદલાપુર’

તેમણે દેશની અર્થવ્યવસ્થા, ઉદ્યોગ અને વેપારક્ષેત્રે સ્મરણયોગ્ય ફાળો આપ્યો છે. એમના પરિવાર, મિત્રો તથા પ્રશસંકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઇશ્વર એમના આત્માને શાંતિ આપે.”

રતન ટાટાનો જન્મ તા. 28 ડિસેમ્બર 1937ના થયો હતો અને તા. 09 ઑક્ટોબર 2024ના રોજ તેમણે છેલ્લા શ્વાસ લીધા. અત્રે નોંધનીય છે કે રતન ટાટા માર્ચ 1990માં ટાટા સન્સના ચૅરમૅન બન્યા હતા.

28 ડિસેમ્બર 2012ના રોજ તેઓ ચૅરમૅનપદથી નિવૃત્ત થયા હતા. તેમની આગેવાની હેઠળ ટાટા સન્સના બિઝનેસમાં એનક ગણો વધારો થયો હતો. 1991માં ટાટા સન્સનું વાર્ષિક ટર્નઓવર 10 હજાર કરોડ રૂપિયા હતું જે 2011-12માં 100 બિલિયન ડૉલરને પણ પાર કરી ગયું હતું.

આ સમયગાળા દરમિયાન ટાટા સન્સે કેટલીક ઐતિહાસિક સફળતા પણ હાંસલ કરી હતી. 2000ની સાલમાં ટાટા જૂથે બ્રિટિશ ચા નિર્માતા કંપની ટેટલીને અધિગ્રહિત કરી હતી. 2004માં ટાટાએ દક્ષિણ કોરિયાની સંકટગ્રસ્ત ટ્રકનિર્માતા કંપની અધિગ્રહિત કરી.

OIL THEFT SCAM- ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ટેન્કરમાંથી ગેરકાયદે તેલ ચોરીનું કૌભાંડ પકડાયું

2007માં ટાટાએ બ્રિટિશ-ડચ સ્ટીલનિર્માતા કોરસને 13 અબજ ડૉલરમાં ખરીદી હતી. આ કંપની અનેક યુરોપિયન વાહનનિર્માતા કંપનીને સ્ટીલ વેચતી. જેમાંથી જેગુઆર અને લૅન્ડરોવર મુખ્ય હતી, જેની માલિકી ફૉર્ડની હતી.

2008માં અમેરિકા પર સૌથી મોટું આર્થિક સંકટ ઘેરાવા લાગ્યું હતું. લોકોની મોંઘી ગાડીઓ ખરીદવાની ક્ષમતા ઘટી રહી હતી. ફૉર્ડે અબજો ડૉલરના ખર્ચે બંને કંપનીનું અધિગ્રહણ કર્યું હતું અને તેણે પોતાના અમેરિકા ખાતેના એકમો પર ધ્યાન આપવાનું હતું. આથી, તેણે યુકેની બંને બ્રાન્ડ ‘જેગુઆર’ અને ‘લૅન્ડરોવર’ને (જેએલઆર) વેચવા કાઢી.

ટાટાને માત્ર લૅન્ડરોવર બ્રાન્ડમાં રસ હતો, પરંતુ બંને બ્રાન્ડની ઉત્પાદનપ્રક્રિયા એટલી હદે એકબીજા સાથે ઓતપ્રોત હતી કે બેઉની ખરીદી એકસાથે જ કરવી પડે. બંને કંપની ખરીદવા માટે ટાટાએ 2 અબજ 30 કરોડ ડૉલર ખર્ચ કર્યો હતો. પોતાની ઉદ્યોગસાહસિકતા સિવાય દાનવૃત્તિને કારણે પણ રતન ટાટાએ પોતાની એક અલગ ઓળખ બનાવી હતી. સાલ 2000માં રતન ટાટાને પદ્મભૂષણ અને 2008માં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

જ્યારે રતન ટાટાની પ્રેમકહાણી ભારત-ચીન યુદ્ધના લીધે અધૂરી રહી ગઈ

Veteran industrialist Ratan Tata passes away at the age of 86 at a Mumbai hospital

ભારતના સૌથી સફળ ઉદ્યોગપતિઓમાં સામેલ રતન ટાટાએ જીવનમાં ક્યારેય લગ્ન ન કર્યાં. સોશિયલ મીડિયા પોસ્ટ માટે જાણીતી વેબસાઇટ-બ્લૉગ ‘હ્યુમન્સ ઑફ બૉમ્બે’ સાથેની વાતચીતમાં રતન ટાટાએ તેમની જિંદગીની અનેક અંતરંગ વાતો કરી હતી.

તેમણે લખ્યું, “મારું બાળપણ બહુ સારું હતું. જ્યારે હું અને મારા ભાઈ મોટા થયા ત્યારે માતાપિતાના છૂટાછેડાના કારણે અમારે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી, કારણ કે એ વખતમાં છૂટાછેડા આજની જેમ સામાન્ય બાબત નહોતી.”

તેમણે કહ્યું, “અમારાં દાદીએ દરેક રીતે અમારું ધ્યાન રાખ્યું. મારાં માતાએ ફરી લગ્ન કર્યાં એ પછી સ્કૂલમાં છોકરાઓ અમારી વિશે જાતભાતની વાતો કરતા હતા, અમને પરેશાન કરતા હતા.

“જોકે અમારાં દાદી અમને સમજાવતાં હતાં કે આવું ન કહેશો, શાંત કેવી રીતે રહેવું અને કોઈ પણ કિંમતે પ્રતિષ્ઠા જાળવી રાખવી.”

રતન ટાટાએ કહ્યું, “હવે કહેવું સરળ છે કે કોણ ખોટું હતું અને કોણ સાચું. હું વાયોલિન શીખવા માગતો હતો, પણ મારા પિતા ઇચ્છતા હતા કે હું પિયાનો શીખું.

Veteran industrialist Ratan Tata passes away at the age of 86 at a Mumbai hospital

“હું ભણવા માટે અમેરિકા જવા માગતો હતો, તેઓ ઇચ્છતા હતા કે હું બ્રિટનમાં રહું. હું આર્કિટેક્ટ બનવા માગતો હતો, પણ એમની જીદ હતી કે હું એન્જિનિયર કેમ ન બનું.” એ પછી રતન ટાટા ભણવા માટે અમેરિકાની કૉર્નેલ યુનિવર્સિટી ગયા અને આનું પૂરું શ્રેય તેમણે તેમનાં દાદીને આપ્યું.

તેમણે કહ્યું, “મેં મિકેનિકલ એન્જિનિયરિંગમાં ઍડમિશન લીધું હતું, જોકે પછી મેં આર્કિટેક્ચરમાં ડિગ્રી લીધી.” એ પછી રતન ટાટા લૉસ એન્જલસમાં નોકરી કરવા લાગ્યા જ્યાં તેમણે બે વર્ષ સુધી કામ કર્યું. એ દિવસોને યાદ કરતાં રતન ટાટા કહે છે, “એ ઘણો સારો સમય હતો – મોસમ પણ ખુશનુમા હતી, મારી પાસે પોતાની ગાડી હતી અને મને મારી નોકરી પ્રત્યે પ્રેમ હતો.”

આ શહેરમાં રતન ટાટાને મનપસંદ છોકરી મળી અને તેમને પ્રેમ થઈ ગયો. રતન ટાટા કહે છે, “એ લૉસ એન્જલસ હતું, જ્યાં મને પ્રેમ થયો અને હું એ છોકરી સાથે લગ્ન કરવાનો હતો.

“એ જ વખતે મેં ભારત આવવાનો નિર્ણય લીધો, કેમ કે મારાં દાદીની તબિયત સારી નહોતી રહેતી.”

તેઓ કહે છે, “હું એવું વિચારીને ઘરે આવી ગયો કે જેની સાથે હું લગ્ન કરવા માગું છું તે પણ મારી સાથે ભારત આવશે, પણ 1962ના ભારત-ચીનના યુદ્ધને લીધે તેનાં માતાપિતા તેને ભારત મોકલવાના પક્ષમાં નહોતા અને આ રીતે આ સંબંધ તૂટી ગયો.”

SAYLA- પેટ્રોલિયમ, કેમિકલના ગુનામાં ત્રણેક વર્ષથી ફરાર ઝડપાયો

BBC NEWS ગુજરાતી

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link