વાઇરલ વીડિયો: લો બોલો… હવામાં ઉડશે સ્વિમિંગ પૂલ, હોટેલ અને જિમ, જમીન પર લેન્ડ થયા વગર લઇ શકશો આ હોટેલનો આનંદ
જેમ-જેમ ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે તેમ-તેમ લોકોની સુવિધામાં પણ વધારો થઇ રહ્યો છે. જે ભવિષ્યનો ચહેરો બદલવામાં મદદ કરશે. એક સમયે માણસે વિચાર્યું હતું કે, એવું મશીન બનાવશે કે, જે હવામાં ઉડી શકે. તો સમય જતા પ્લેનની શોધ થઇ હતી. જે મુસાફરીમાં કલાકોનો સમય બગડતો હતો, તેની બદલે હવે ગણતરીની મિનિટોમાં ક્યાંય પણ પહોંચી શકાય છે. માણસ હજુ પણ નવી શોધ કરી રહ્યો છે. જેમાં હવામાં ઊડતી હોટેલ જોવા મળશે. આ હોટેલ એક પ્રકારનું પ્લેન જ હશે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, તે કયારે પણ જમીન ઉપર લેન્ડ નહીં થાય.
હાશેમ અલ-ઘૈલી નામની યુટ્યુબ ચેનલને આ ઊડતી હોટેલના કન્સેપટનો વીડિયો શેર કરીને લોકોને ચોંકાવી દીધા છે. તો નજીકના ભવિષ્યમાં Nuclear-Powered Sky Hotelમાં લોકો મોજ-મસ્તી કરે તો નવાઈની વાત નહીં.
આ હોટેલમાં હશે લકઝરીયસ સુવિધા
આ હોટેલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ચાલનાર સ્કાય ક્રુઝ છે. જેમાં 20 એન્જીન હશે અને બધા જ એન્જીન ન્યુકિલયર ફ્યુઝનથી ચાલશે. આ પ્લેનની ડિઝાઇન એવી રીતે કરવામાં આવી છે કે તે કયારે પણ જમીન પર લેન્ડ થશે નહીં. આ સાથે જ એક સાથે પાંચ હજાર લોકો બેસી શકશે. ઊડતી હોટેલ તમામ લકઝરીયસ સુવિધાથી સજ્જ હશે. વીડિયોમાં જોઈ શકાય છે કે, આ ઊડતી હોટેલમાં વિશાળ શોપિંગ મોલની સાથે-સાથે જિમ, થિએટર અને ત્યાં સુધી એક સ્વિમિંગ પૂલ પણ હશે.
જો પ્લેન જમીન પર લેન્ડ નહીં થાય તો લોકો આ ઊડતી હોટેલ સુધી કેવી રીતે પહોંચશે?
એરલાઇન્સ કંપની પ્લેનના મુસાફરોને ઊડતી હોટેલ સુધી લાવશે અને હવામાં જ આ પ્લેનમાં પ્રવેશ કરાવશે. આ સિવાય પ્લેનનું રીપેરીંગ કામ પણ હવામાં જ કરવામાં આવશે. આ પ્લેનને ટ્રાન્સપોર્ટની દુનિયાનું ભવિષ્ય ગણવામાં આવી રહ્યું છે.
પ્લેનમાં પાઇલોટ નહીં હોય
એક રિપોર્ટ મુજબ આ પ્લેનમાં પાઇલોટ નહીં હોય પરંતુ કમ્પ્યુટરથી ઓપરેટ કરવામાં આવશે. હોટેલમાં લકઝરીયસ સુવિધાને કારણે મહેમાનોને કંટાળો પણ નહીં આવે.
આ પ્રોજેક્ટ વિશાળ અને અનોખો છે, પરંતુ સોશિયલ મીડિયામાં આ પ્રોજેક્ટની ટીકા પણ કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર, આ પ્લેન ન્યુક્લિયર રિએક્ટરથી ચાલશે પરંતુ જો કોઈ કારણોસર આ રિએક્ટરમાં કોઈ ખામી સર્જાશે તો આખું શહેર તબાહ થઇ શકે છે. તો ઘણા લોકોએ પ્લેનના ભાવને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે. હાલ તો પ્લેનની ટિકિટને લઈને કોઈ માહિતી સામે આવી નથી.
હેલ્થ ટિપ્સ: માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવા પોતાની જાતને કેવી રીતે સંભાળવી? મનોવૈજ્ઞાનિકે આપી ટીપ્સ