હેલ્થ ટિપ્સ: માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવા પોતાની જાતને કેવી રીતે સંભાળવી? મનોવૈજ્ઞાનિકે આપી ટીપ્સ

Photo of author

By rohitbhai parmar

હેલ્થ ટિપ્સ: માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવા પોતાની જાતને કેવી રીતે સંભાળવી? મનોવૈજ્ઞાનિકે આપી ટીપ્સ

Google News Follow Us Link

Health Tips: How To Take Care Of Yourself To Strengthen Mental Health? Tips Given By A Psychologist

દુનિયામાં આપણી રોજિંદી લાઇફમાં ફેસિંગ વર્કિંગ એન્વાયર્નમેન્ટ અને સોશિયલ મીડિયા પર એવું ઘણું બધું ચાલી રહ્યું છે કે, જે આપણી ઈચ્છા ના હોવા છતાં આપણે કરી રહ્યા છીએ ત્યારે આ બધાની વચ્ચે ક્યારેક અટકી જવું જરૂરી છે અને અટકીને તમારી જાતને ફક્ત એટલું જ પૂછવું કે, હું આ શા માટે કરી રહ્યો છું? જો તમે તણાવમાં છો, વિચલિત છો, ઉદાસ છો અથવા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતાં નથી તો કદાચ હવે સમય આવી ગયો છે કે તમે વિરામ લો. આપણે આપણાં રોજિેદા જીવનમાં થોડાં કલાકો કાઢવા જોઈએ અને આપણાં માનસિક સ્વાસ્થ્યની સંભાળ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો તમે આ માટે કોઈ ટીપ્સ શોધી રહ્યા છો તો તમે યોગ્ય જગ્યાએ આવ્યા છો. અમે દિલ્હીના એક ક્લિનિકલ સાયકોલોજિસ્ટ ડૉ.સમૃદ્ધિ ખત્રીનો સંપર્ક સાધ્યો અને તેમણે માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવા માટેની ટિપ્સ આપી.

આપણને શા માટે સ્વ-સંભાળની જરૂર પડે છે, આ વાતને સમજાવતાં ડૉ. સમૃદ્ધિએ જણાવ્યું હતું કે, ‘માનસિક સ્વાસ્થ્યમાં વ્યક્તિના જીવનના તમામ શારીરિક, ભાવનાત્મક, માનસિક અને સામાજિક સુખાકારી જેવા પાસાંઓનો સમાવેશ થાય છે અને સ્વ-સંભાળ આપણી સુખાકારી વધારવામાં અને આપણા માનસિક સ્વાસ્થ્યને જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.’ અહીં કેટલીક ટીપ્સ આપવામાં આવી છે, જે તમે તમારા રોજિંદા જીવનમાં ફોલો કરી શકો છો.

શારીરિક વ્યાયામ

ડૉ. સમૃદ્ધિએ જણાવ્યું હતું કે, “દરરોજ 30થી 40 મિનિટની શારીરિક કસરત કરવાથી સ્ટ્રેસ હોર્મોન્સને ઘટાડવામાં મદદ મળે છે અને આપણું સ્વાસ્થ્ય પણ સુધરે છે. અલબત્ત, તમારે આ સમયમર્યાદાને વળગી રહેવાની જરૂર નથી. તમે 5-10 મિનિટથી પણ શરુ કરી શકો છો અને ધીમે-ધીમે સમય વધારી શકો છો.

Homemade cc cream: જાણો ઘરે કેવી રીતે બનાવી શકાય માર્કેટમાં મળતી CC Cream, ફાઉન્ડેશન વગર પણ મેકઅપ લાગશે ફ્લૉલેસ

મોજમસ્તી માટે સમય ફાળવો

ડૉ. સમૃદ્ધિના જણાવ્યા મુજબ ‘ઓલ વર્ક એન્ડ નો પ્લે મેક્સ જેક અ ડલ બોય’ તે આપણાં જીવનમાં સાચું સાબિત થાય છે, કારણ કે મોટાભાગના લોકો પોતાના કામમાં એટલા સિરિયસ થઈ જાય છે કે, તેમની પાસે આનંદ માણવાનો સમય હોતો જ નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે, ઘણાં લોકો તેને સમય વેડફવાની દ્રષ્ટિએ જુએ છે. આ આદત આખરે તમને એવા અંધકારમાં ઢસળી જાય છે કે, ત્યાંથી નીકળવું ખૂબ જ મુશ્કેલ સાબિત થાય છે. આ કારણોસર જ તમારા આખા દિવસમાંથી થોડો સમય કાઢીને તમને ગમતી કોઈપણ પ્રવૃત્તિ કરો જેમકે, વેકેશન પર જઈ શકો, પ્રિયજનો સાથે રાત્રિભોજન કરી શકો, સ્પામાં જઈ શકો, ખરીદી કરી શકો અથવા બીજી કોઈ પ્રવૃતિ કરો. સામાન્ય રીતે એવું કંઈક કરો જે તમને જીવંત રાખે.

નાના ધ્યેયો નક્કી કરવા

ડૉ. સમૃદ્ધિએ કહ્યું, ‘તમારી જાત માટે નાનાં-નાનાં ધ્યેયો નક્કી કરો. આ નાનાં-નાનાં ધ્યેયો પ્રાપ્ત કરવાથી તમને મોટિવેશન મળશે અને આવનાર સમયમાં તમે મોટાં-મોટાં કાર્યો પણ સરળતાથી પૂર્ણ કરી શકો છો.’

ટિપ્સ: હાઈ કોલેસ્ટ્રોલ રહેતું હોય તે લોકોએ આ આદતો ભૂલી જવી જોઈએ, સ્વાસ્થ્ય બની જશે તંદુરસ્ત

ના પાડતાં શીખો

જે ચીજવસ્તુઓ તમારાં જીવન વિશેના ખ્યાલ સાથે બંધબેસતી ન હોય તેને ના કહો, કારણ કે જ્યારે પણ તમે બીજાને ખુશ કરવા માટે કંઈક કરો છો અથવા ત્યારે તમને તેનાથી કોઈ સંતોષ મળશે નહીં. તમારા જીવનની યોજનામાં શું બંધબેસે છે અને શું નથી બેસતું તેના આધારે તમે તમારા પોતાના ગણતરીપૂર્વકના નિર્ણયો લઈ શકો છો,” ડૉ. સમૃદ્ધિએ જણાવ્યું હતું.

યોગ્ય ઊંઘ

ડો.સમૃદ્ધિએ જણાવ્યું હતું કે, ‘પર્યાપ્ત માત્રામાં ઊંઘ લેવી અને સારી ગુણવત્તાની ઊંઘ આપણાં મન અને શરીર માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે ઊંઘ દરમિયાન જ આપણું મગજ આખો દિવસ કરેલી ગતિવિધિઓ પર પ્રક્રિયા કરે છે. તેથી, દરરોજ રાત્રે લગભગ 6-8 કલાક સૂઓ. સારી ઊંઘ માટે ઊંઘનું યોગ્ય સમયપત્રક જાળવવું અથવા સૂતાં પહેલા સ્ક્રીનનો સમય ટાળવો. આ પગલાં તમને સારી ગુણવતાવાળી ઊંઘ અપાવી શકે છે.’

આહારની યોગ્ય ટેવોને જાળવવી

જ્યારે પણ આપણે ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્ય વિકાર વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે જે પ્રથમ ત્રણ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ તે છે આપણી ઊંઘ, મૂડ અને ભૂખ. જો આપણે આપણાં જીવનના આ ત્રણ પાસાઓને મેનેજ કરી શકીએ તો આપણને આપોઆપ ઘણું સારું લાગે છે. તેથી, ખોરાકની સારી ટેવો જાળવવી અને સમયસર યોગ્ય ભોજન લેવું જરૂરી છે. સમયસર ખાવું, ભૂખનું ધ્યાન રાખવું અને ચરબીયુક્ત ખોરાકને દૂર કરીને સંતુલિત આહાર લેવો. આ ઉપરાંત ફળો અને શાકભાજીને રોજિંદા આહારમાં ઉમેરવાથી વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે અને તણાવમાં ઘટાડો થઈ શકે છે, એમ ડૉ. સમૃદ્ધિએ જણાવ્યું હતું.

સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું મામેરું ભરાયું, જુઓ તસવીરોમાં જગતના નાથના આભુષણો

માઇન્ડફુલનેસ

ડૉ. સમૃદ્ધિએ કહ્યું, ‘તમને આનંદ આવે તેવી કોઈપણ નાની પ્રવૃત્તિથી દિવસની શરૂઆત કરો, જેમ કે ખાવું અથવા પાણી પીવું. ઘણી વખત આપણને એ પણ યાદ નથી હોતું કે, આપણે આપણાં ઝડપી જીવનમાં નાસ્તામાં શું ખાધું હતું. તેથી, હવે પછી જ્યારે તમે જમતાં હોવ ત્યારે ખોરાકના સ્વાદનો આનંદ માણો, તેની ગંધ લો અને તેના રંગો જુઓ. આને કારણે તમે આ વાનગીનો આનંદ માણી શકશો અને જરૂર પડે તેટલું ખાઈ શકશો.’

આરામ

ડૉ. સમૃદ્ધિએ સમજાવ્યું, ‘તમારા દિવસમાં થોડી મિનિટોનો આરામ ઉમેરવો ખૂબ જ જરૂરી છે. તમે દિવસમાં બે કે ત્રણ વાર પાંચ મિનિટથી શરુ કરી શકો છો અને ધીમે-ધીમે તમારી જરુરિયાતો અને આરામ મુજબ સમયગાળો વધારી શકો છો. તમે આ ક્ષણોમાં ઊંડા શ્વાસ અથવા ડાયાફ્રામેટિક શ્વાસ લેવાની મૂળભૂત કસરતો કરી શકો છો. તમે શ્વાસોચ્છવાસની અદ્યતન કસરતો પણ અજમાવી શકો છો, પરંતુ શું કરવું અને શું ન કરવું તે વધુ સારી રીતે સમજવા માટે આગળ વધતાં પહેલાં કોઈ વ્યાવસાયિકની સલાહ લેવી હિતાવહ છે.

લગ્નના બીજા જ મહિને આલિયા પ્રેગ્નન્ટ: એપ્રિલમાં રણબીર કપૂર સાથે લગ્ન ને જૂનમાં સોશીયલ મીડિયામાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link