Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર રાત્રી કર્ફ્યુ દરમિયાન દુકાન ખુલ્લી રાખવા બદલ દુકાનદાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

વઢવાણ સુરેન્દ્રનગર રાત્રી કર્ફ્યુ દરમિયાન દુકાન ખુલ્લી રાખવા બદલ દુકાનદાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

વઢવાણ સુરેન્દ્રનગર રાત્રી કર્ફ્યુ દરમિયાન દુકાન ખુલ્લી રાખવા બદલ દુકાનદાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

સુરેન્દ્રનગર રામ સોસાયટીમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન દુકાન ખુલ્લી રાખવા બદલ દુકાનદાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. સુરેન્દ્રનગરમાં કોરોનાનું સંક્રમણ વધતું જતું હોય ત્યારે આ સંક્રમણ ચેઇન તોડવાના ભાગરૂપે રાત્રિ કરફ્યુ જાહેર કર્યા બાદ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર શહેરની વિવિધ શાક માર્કેટોમાં ઋતુગત ફળોનું આગમન

ત્યારે સુરેન્દ્રનગર દાળમિલ રોડ ઉપર રામ સોસાયટીમાં એક દુકાનદાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં હાલની પરિસ્થિતિમાં રાત્રિના નવ વાગ્યાની આસપાસ શ્રીનાથજી જનરલ સ્ટોરની દુકાન કોઈપણ પાસ પરમિશન વગર કે તેમજ કોઈ પણ સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ પાસ વગર ખુલ્લી રાખી જાહેરનામાનો ભંગ કર્યાની પોલીસ કર્મચારી કાંતિભાઈ પરમારે સુરેન્દ્રનગર જવાહર ગ્રાઉન્ડ રોડ ઉપર આવેલ સંગમ સોસાયટીમાં રહેતા જયેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પારઘી ચલાવી રહ્યા છે.

સુરેન્દ્રનગર વઢવાણ મફતીયાપરામાં જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ

વધુ સમાચાર માટે…

Exit mobile version