વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના નવનિયુક્ત કલેકટરની ઉદ્યોગકારોએ શુભેચ્છા મુલાકાત લીધી
- સુરેન્દ્રનગર જિલ્લાના નવનિયુક્ત કલેકટરની ઉદ્યોગકારોએ શુભેચ્છા મુલાકાત લીધી.
- ઉદ્યોગકારોની મીટિંગમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના નવનિયુક્ત કલેકટરની ઉદ્યોગકારોએ શુભેચ્છા મુલાકાત લીધી. સુરેન્દ્રનગર જિલ્લાના નવનિયુક્ત કલેકટર ચાર્જ સંભાળ્યા બાદ વિવિધ સંગઠનો સાથે જોડાયેલા હોદ્દેદારો અને આગેવાનો દ્વારા તેમજ શુભેચ્છકો દ્વારા
શુભેચ્છા મુલાકાત લઈને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. ત્યારે 02 જુલાઈને શુક્રવારના રોજ વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના હોદ્દેદારોએ નવનિયુક્ત જિલ્લા કલેકટરને શુભેચ્છા મુલાકાત લઈને શુભેચ્છા પાઠવી હતી.
વઢવાણ શ્રી વડવાળા મંદિર દુધરેજ ખાતે વડ વૃક્ષ પ્રેમીનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું
સુરેન્દ્રનગર જિલ્લાના નવા કલેકટર અમૃતેશ કાલીદાસ ઔરંગાબાદકરની શુભેચ્છા મુલાકાત લઇને આગામી સમયમાં યોજાનાર ઉદ્યોગકારોની મીટિંગમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું. આ વેળાએ વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ સુમિતભાઈ પટેલ માનદ મંત્રી હેમલભાઈ શાહ કારોબારી સભ્ય કૌશિકભાઈ પટેલ તેમજ કૌશિકભાઇ પીપળીયાએ નવનિયુક્ત કલેકટરની શુભેચ્છા પાઠવી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર DSPના માર્ગદર્શન હેઠળ 5 જેટલા ઇસમોને જિલ્લા બહારની જેલમાં પાસા હેઠળ મોકલી દેવાયા