...
- Advertisement -
HomeNEWSવઢવાણીયા રાયતા મરચાંની સોડમ વિદેશ સુધી પ્રસરી વર્ષે 3000 મણથી વધુનું વેચાણ,...

વઢવાણીયા રાયતા મરચાંની સોડમ વિદેશ સુધી પ્રસરી વર્ષે 3000 મણથી વધુનું વેચાણ, 20 લાખની આવક

- Advertisement -

વઢવાણીયા રાયતા મરચાંની સોડમ વિદેશ સુધી પ્રસરી વર્ષે 3000 મણથી વધુનું વેચાણ, 20 લાખની આવક

Google News Follow Us Link

વઢવાણીયા રાયતા મરચાંની સોડમ વિદેશ સુધી પ્રસરી વર્ષે 3000 મણથી વધુનું વેચાણ, 20 લાખની આવક

સુરેન્દ્રનગરના વર્ધમાન ગૃહ ઉદ્યોગ દ્વારા વઢવાણીયા રાયતા મરચાનું વેચાણ થકી મહિલાઓને રોજગારી આપવામાં આવી રહી છે. આ મરચાની માંગ વધતા અન્ય રાજ્યો થી લઇ દુબઇ, ઇગ્લેન્ડ, અમેરીકા સહિત દેશમાં વસતા લોકોને વઢવાણીયા રાયતા મરચાનો ચસ્કો લાગતા વિદેશ સુધી સોડમ પ્રસરી છે.

  • સુરેન્દ્રનગરના વર્ધમાન ગૃહ ઉદ્યોગ દ્વારા વઢવાણીયા રાયતા મરચા
  • દુબઇ, ઇગ્લેન્ડ, અમેરીકા સહિત દેશમાં વઢવાણીયા રાયતા મરચાની સોડમ પ્રસરી
  • 60,000 કિલો જેટલા મરચાનું ઉત્પાદન વેચાણ
  • 12 માસ સુધી ન બગડતા વિદેશો સુધી પહોંચી શક્યા છે.

સુરેન્દ્રનગરના વર્ધમાન ગૃહ ઉદ્યોગ દ્વારા વઢવાણીયા રાયતા મરચાનું વેચાણ થકી મહિલાઓને રોજગારી આપવામાં આવી રહી છે.આ મરચાની માંગ વધતા અન્ય રાજ્યોથી લઇ દુબઇ, ઇગ્લેન્ડ, અમેરીકા સહિત દેશમાં વસતા લોકોને વઢવાણીયા રાયતા મરચાનો ચસ્કો લાગતા વિદેશ સુધી સોડમ પ્રસરી છે.

વઢવાણીયા મરચાની સીઝન હાલ પુર બહારમાં ખીલી છે.ત્યારે વઢવાણના સ્વાદમાં એકદમ વ્યવસ્થીત આ મરચાની દર વર્ષે ખુબ માંગ રહે છે.ત્યારે વઢવાણના મરચાની સોડમ મહિલાઓના ગૃહ ઉદ્યોગ થકી દેશ વિદેશ સુધી પ્રસરી જવા પામી છે.વઢવાણના ગૃહ ઉદ્યોગ દ્વારા આ વઢવાણીયા મરચાને રાયતા મરચા બનાવી વેચાણનો ગૃહઉદ્યોગ ચલાવાય છે. આથી હાલ દર વર્ષે સીઝનના 2000 મણ જેટલા રાયતા મરચાના ઉત્પાદન થકી મહિલાઓ રોજગાર મેળવતી થઇ છે.

વઢવાણીયા રાયતા મરચાંની સોડમ વિદેશ સુધી પ્રસરી વર્ષે 3000 મણથી વધુનું વેચાણ, 20 લાખની આવક

આ અંગે વર્ધમાન ગૃહ ઉદ્યોગના પન્નાબેન શુક્લએ જણાવ્યુ કે અમારા ગૃહ ઉદ્યોગ દ્વારા વર્ષે દરમિયાન અલગ અલગ પ્રોડક્ટ જેવીકે ખાખરા, પાપડ, અથાણા સહિતની વસ્તુઓ બનાવાય છે. પરંતુ વઢવાણીયા મરચાની સીઝન હોય ત્યારે રાયતા મરચાનું પણ ઉત્પાદન કરાય છે. આ રાયતા મરચાની સીઝન નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી હોય છે. આથી અમારી ટીમ દ્વારા બનાવાય છે જેમાં 50 થી 100 જેટલી મહિલાઓ કામ કરી રોજગારી મેળવે છે.

આ મરચાની સીઝન દરમિયાન 60,000 કિલો જેટલા મરચાનું ઉત્પાદન વેચાણ થાય છે. આ મરચાનું દેશમાં મહારાષ્ટ્ર, કોલકતા, સાઉથના રાજ્યો સહિત ગુજરાતના આસપાસના રાજ્યોમાં વેચાણ કરાય છે. આ ઉપરાંત વઢવાણ વાસીઓના પ્રિય મરચા તેમના કારણે વિદેશમાં પણ પહોંચતા વિદેશીઓને રાયતા મરચાનો ચસ્કો લાગ્યો છે.જેના કારણે અમેરીકા, ઇગ્લેન્ડ, દુબઇ સહિતના દેશોમાં પણ આ મરચા પહોંચી ગયા છે.

વઢવાણીયા રાયતા મરચાંની સોડમ વિદેશ સુધી પ્રસરી વર્ષે 3000 મણથી વધુનું વેચાણ, 20 લાખની આવક
                                           પન્નાબેન શુક્લ, વર્ધમાન ગૃહ ઉદ્યોગ સંચાલક

મહિલાઓને આર્થિક પગભર બનાવવા પ્રયાસ:-

ગૃહ ઉદ્યોગના આ રાયતા મરચાના ગૃહ ઉધોગ થકી 50થી વધુ મહિલાઓ રોજગાર મેળવતી થઇ છે.આ મહિલાઓ પોતાના ઘરકામ સહિત પુર્ણ કર્યા બાદના ફાજલ સમયમાં આ જોબવર્ક થકી દરરોજના 350 થી 500 જેટલા રૂપીયા કમાય છે.જ્યારે સંસ્થા તરફથી એવી જરૂરીયાત મંદ મહિલા, વિધવા મહિલાને પણ રોજગાર અપાય છે> પન્નાબેન શુક્લ, વર્ધમાન ગૃહ ઉદ્યોગ સંચાલક

12 માસ સુધી બગડે નહીં તે માટે ખાસ પેકિંગ પ્રિઝર્વેશન:- 

વઢવાણીયા મરચાને વિદેશ સુધી પહોંચાડવા માટે સંસ્થા દ્વારા તેના ક્વોલીટી અને પેકીંગ પ્રિઝર્વેશન પર ખાસ ધ્યાન અપાયુ છે.વઢવાણી રાયતા મરચા બનાવવા રાઇ, હળવદ,મીઠુના ઉપયોગ સાથે લાંબા સમય સુધી સાચવવા લીંબુના રસ અને સરસવના તેલનો ઉપયોગ કરાય છે.જ્યારે એરટાઇટ પેકીંગના કારણે મરચા લાંબો સમય સચવાઇ રહે છે.અને 12 માસ સુધી ન બગડતા વિદેશો સુધી પહોંચી શક્યા છે.

સુરેન્દ્રનગર શહેરમાં આખલાએ ચાર લોકોને અડફેટે લીધા

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર 

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Dumper caught fire – લીંબડી-બગોદરા હાઇવે પર ખનીજ ભરેલા ડમ્પરમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી

Dumper caught fire - લીંબડી-બગોદરા હાઇવે પર ખનીજ ભરેલા ડમ્પરમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-બગોદરા હાઇવે પર ખનીજ ભરેલા ડમ્પરમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં કટારીયા ચેક પોસ્ટની નજીકમાં અચાનક ખનીજ ભરેલા ડમ્પરમાં આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા. આ ગોઝારી ઘટનામાં સદનસીબે કોઈ...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.