Site icon સોહમ 24 ન્યુઝ

Waheeda Rehman B’Day Special: જાણો વહીદા રહેમાનના જન્મદિવસે બોલિવૂડની સફર કેવી રહી

Waheeda Rehman B’Day Special: જાણો વહીદા રહેમાનના જન્મદિવસે બોલિવૂડની સફર કેવી રહી

Waheeda Rehman B’Day Special: જાણો વહીદા રહેમાનના જન્મદિવસે બોલિવૂડની સફર કેવી રહી

Waheeda Rehman B’Day Special: જાણો વહીદા રહેમાનના જન્મદિવસે બોલિવૂડની સફર કેવી રહી

Google News Follow Us Link

પીઢ અભિનેત્રી વહીદા રહેમાને પોતાના દમદાર અભિનયથી લોકોના દિલમાં એક અલગ જ ઓળખ બનાવી છે. ચાલો જાણીએ તેમના જન્મદિવસના ખાસ અવસર પર તેમની ફિલ્મી સફર વિશે.

Waheeda Rehman B’Day Special: બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી વહીદા રહેમાન (Waheeda Rehman) આજે પોતાનો 84મો જન્મદિવસ ઉજવી રહી છે. 50થી 60ના દાયકામાં વહીદાએ પોતાના અભિનયથી લોકોના દિલમાં એક અલગ જ ઓળખ બનાવી છે. આજે પણ લોકો તેની એક્ટિંગ અને ડાન્સના દિવાના છે. વહીદા રહેમાને હિન્દી સિનેમા (Hindi Cinema)માં પોતાની અલગ ઓળખ બનાવી છે. તેણે ગુરુદત્ત (Gurudutt) સાથે હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો.

તેમનો જન્મ 1938માં ચેંગાસપટ્ટુ, તમિલનાડુમાં થયો હતો. તેમને નાનપણથી જ સંગીત અને નૃત્યનો શોખ હતો. વહીદાને બાળપણમાં ડૉક્ટર બનવાની ઈચ્છા હતી. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેણે ફિલ્મોમાં કામ કરવું પડ્યું. હિન્દી સિવાય વહિદાએ તમિલ, મલયાલમ અને બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વહીદાએ 1956માં તમિલ ફિલ્મોથી કરિયરની શરૂઆત કરી હતી. તેણે પોતાની હિન્દી ફિલ્મ કારકિર્દીની શરૂઆત ગુરુ દત્ત સાહેબની ફિલ્મ CID થી કરી હતી. આ પછી તેણે ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’, ‘ગાઈડ’, ‘નીલકમલ’, ‘રામ ઔર શ્યામ’, ‘તીસરી કસમ’ જેવી હિટ ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે. અભિનેત્રી પણ ઘણી સારી ડાન્સર છે.

દીપિકા પાદુકોણના ‘ગહરાઇયાં’ના હૉટ સીન પર આ એક્ટર ગિન્નાયો, બોલ્યો- ઇજ્જત ભર્યા બજારમાં…

વહીદાએ અમિતાભ બચ્ચનને થપ્પડ મારી

અભિનેત્રીએ પોતાના ફિલ્મી કરિયરમાં ઘણા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું છે. વહીદાએ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે પણ કામ કર્યું છે. તેણે તેની ફિલ્મ રેશ્મા ઔર શેરાના શૂટિંગ દરમિયાન કપિલના શોમાં એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો. તેણે કહ્યું કે ફિલ્મ રેશ્મા ઔર શેરાના શૂટિંગ દરમિયાન ફિલ્મના એક સીનમાં મારે અમિતાભ બચ્ચનને થપ્પડ મારવી પડી હતી. શુટિંગ શરૂ થાય તે પહેલા જ વહીદા રહેમાને અમિતાભ બચ્ચનને મજાકમાં કહી દીધું હતું કે તૈયાર રહો, હું તને જોરથી થપ્પડ મારીશ.

ડિરેક્ટરે એક્શન કહ્યું કે, તરત જ વહીદાએ અમિતાભ બચ્ચનને થપ્પડ મારી દીધી. જોકે, શૂટિંગ દરમિયાન અમિતાભને ભૂલથી થપ્પડ મારી દેવામાં આવી હતી. જ્યારે સીન પૂરો થયો, ત્યારે અમિતાભ વહીદા રહેમાન પાસે ગયા અને કહ્યું કે વહીદા જી ખૂબ સરસ,ત્યારપછી આ સ્ટોરી ઘણી ફેમસ થઈ ગઈ.

વહીદા રહેમાનને પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેને બે વખત ફિલ્મફેર અને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. વહીદાએ 1974માં એક્ટર શશિ રેખી સાથે લગ્ન કર્યા હતા. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અભિનેત્રીને બે બાળકો છે.

અમેરિકાના સેરિટોઝ સિટી ખાતે ભારતના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ, ધ્વજ વંદન કરી ભારતની વિકાસ ગાથા યાદ કરાઈ

વધુ સમાચાર માટે…

TV9 ગુજરાતી

Google News Follow Us Link

Exit mobile version