Destruction – સુરેન્દ્રનગરના હેન્ડલુમ રોડ પર પાણીની લાઇન લીકેજ થતાં પાણીની રેલમછેલ
હાલાકી: સુરેન્દ્રનગરના હેન્ડલુમ રોડ પર પાણીની લાઇન લીકેજ થતાં પાણીની રેલમછેલ
- વારંવાર પાણીની લાઇન લીકેજ થવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન
- હેન્ડલુમ રોડ પર પાણીની લાઇનો લીકેજ થતાં પાણી ફરી વળ્યું હતું.
સુરેન્દ્રનગર શહેરના હેન્ડલુમ રોડ પર પાણીની લાઇનો લીકેજ થતાં પાણીની રેલમછેલ થઈ હતી. આથી આખા રોડ પર પાણી ભરાઇ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે અહીં દર પાણીના વારામાં અને અવારનવાર પાણી લીકેજથી બગાડ થવાની સમસ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
સુરેન્દ્રનગર શહેરમાં નવી પાણીની લાઇનો ઠેરઠેર તૂટવાના કે લીકેજ થવાની સમસ્યાઓ વકરી રહી હોવાની બુમરાડો ઊઠી છે. ત્યારે શહેરના હાર્દ સમાન વિસ્તાર એવા હેન્ડલુમ વિસ્તારમાં ગુરુવારે પાણીની લાઇનો લીકેજ થઈ હતી. આ રસ્તા પરથી વહેતા પાણીનો રેલો ફરી વળ્યો હતો.
ફિલ્મ ‘ઈંગ્લિશ વિંગ્લીશ’ના 10 વર્ષ પૂરા થતાં શ્રીદેવીએ ફિલ્મમાં પહેરેલી સાડીની થશે હરાજી
આથી બિસમાર રસ્તાના ખાડાઓમાં પાણી ભરાઇ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે અમારા વિસ્તારમાં પાણીના વારા સમયે અને અવારનવાર પાણીની લાઇનો લીકેજ થવાના કારણે પાણી ભરાવાની સમસ્યા રહે છે.
જયારે પાણીની લાઇનો યોગ્ય રિપેર ન થતાં પૂરતા લીકેજમાં પાણી વહી જતા પૂરતા ફોર્સથી પાણી ન આવતું હોવાની સમસ્યા રહે છે. આથી પાણીની લાઇન વહેલી તકે રિપેર કરાવી સમસ્યામાંથી મુક્તિ અપાવવા માંગ કરી હતી.