- Advertisement -
HomeNEWS3 કલાકમાં જળબંબાકાર: બગદાણામાં સાંબેલાધાર 6 ઇંચ વરસાદ, બગડ ડેમ ઓવરફ્લો થતા...

3 કલાકમાં જળબંબાકાર: બગદાણામાં સાંબેલાધાર 6 ઇંચ વરસાદ, બગડ ડેમ ઓવરફ્લો થતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

- Advertisement -

3 કલાકમાં જળબંબાકાર: બગદાણામાં સાંબેલાધાર 6 ઇંચ વરસાદ, બગડ ડેમ ઓવરફ્લો થતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

Google News Follow Us Link

Waterlogging in 3 hours: 6 inches of rain in sambeladhar in Bagdana, Overflow Of Bagad dam, Water is water wherever you look

  • બગડના પાણી ફરી વળતા મહુવા-બગદાણા અને તળાજા-મહુવા રોડ બંધ કરાયો
  • નીચાણવાળા વિસ્તારોને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી

ભાવનગર શહેર અને જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મંગળવારે મહુવા તાલુકાના પ્રસિદ્ધ તીર્થધામ બગદાણા ખાતે ગાજવીજ સાથે સાંબેલાધારે માત્ર ત્રણ જ કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકી જતા બગદાણા પાણીથી તરબતર થઇ ગયું હતુ. જ્યારે બગડ નદીમાં આ પહેલા ધોધમાર વરસાદે ઘોડાપૂર આવ્યું હતુ. સિઝનના પહેલા જ ધોધમાર વરસાદે બગડ ડેમ ઓવરફ્લો થઇ ગયો છે. જેથી બગડના નીચાણવાળા અનેક ગામોમાં પાણી ભરાયા. બગડના પાણી ફરી વળતા મહુવા-બગદાણા અને તળાજા-મહુવા રોડ બંધ કરવામાં આ‌વ્યો છે.

Waterlogging in 3 hours: 6 inches of rain in sambeladhar in Bagdana, Overflow Of Bagad dam, Water is water wherever you look

બગડ નદીમાં ઘોડાપૂર

મંગળવારે બપોરથી વીજળીના કડાકા-ભડાકા સાથે સાંબલાધારે વરસાદ મન મૂકીને વરસવો આરંભાયો હતો અને અનરાધાર 6 ઇંચ વરસાદ વરસી ગયો હતો. પવનના સૂસવાટા અને ગાજવીજ સાથેના આ વરસાદને લીધે બગદાણામાં વહેતી બગડ નદીમાં ઘોડાપૂર આવ્યું હતુ. બગદાણામાં ચોતરફ પાણી વહેતા થઇ ગયા હતા. રસ્તાઓ અને શેરીઓમાં બેથી ત્રણ ફૂટ પાણી ભરાઇ ગયા હતા. બગદાણા ઉપરાંત તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો કરમદીયા, માતલપર, બેડા, મોણપર, નવાગામ(રતનપર), ટીટોડીયા, ધરાઇ, રાળગોન, બોરલા સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસી ગયો હતો.

Waterlogging in 3 hours: 6 inches of rain in sambeladhar in Bagdana, Overflow Of Bagad dam, Water is water wherever you look

વિસ્તારોને હાઈ એલર્ટ પર રહેવા સૂચના

ભારે વરસાદના કારણે બગડ ડેમ 100 % ભરાઈ ગયા બાદ ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત રહેતા 0.15 મિમી ઓવરફલો થયો હતો. જળાશયમાંથી વહેતો પૂરનો પ્રવાહ 4764 ક્યુસેક રાત્રે 10.15 કલાકે હતો. જેથી નીચાણવાળા વિસ્તારોને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે. આમ જિલ્લાના મુખ્ય જળાશયો પૈકી એક એવો બગડ ડેમ આ ચોમાસાના પ્રથમ તબક્કાના વરસાદમાં ઓવરફ્લો થયો છે.

બગડના સ્ત્રાવ ક્ષેત્રમાં 170 મિમી. વરસાદ

મંગળવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં જે જળાશયોના સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ થયો છે જેમાં બગડ ડેમ જળસ્ત્રાવ વિસ્તારમાં 170 મિમી. અને રંઘોળા ડેમના જળસ્ત્રાવ વિસ્તારમાં 30 મી.મી. વરસાદ નોંધાયો હતો.

બગડ ઓવરફ્લો થતા ક્યા ક્યા ગામોને અસર

બગડ ડેમ ઓવરફલો થતા મહુવાના મોટી જાગધાર, નાની જાગધાર, લીલવણ તેમજ તળાજાના ખારડી, પાદરગઢ, બોરડી, દાઠા અને વાલર ગામને અસર થવાની શકયતા હોય પાણીના પ્રવાહમાં અવર જવર નહીં કરવા તાકીદ કરાઈ છે.

વરસાદ ન હોવા છતાં બગડમાં ઘોડાપુરથી વાલર બેટમાં ફેરવાયુ

ઉપરવાસમાં પડેલા સાર્વત્રિક વરસાદના લીધે બગડ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. બગદાણા, બોરડા અને જાગધારમાં વરસેલા ધોધમાર વરસાદના લીધે બગડ નદી ગાંડીતુર બનીને વહેવા લાગી હતી. પાણીના મસમોટા પ્રવાહના લીધે નદી-નાળા છલકાયા હતા.તળાજા તાલુકાના વાલર અને દાઠા ગામમાં બેટ જેવી સ્થિતિ ઊભી થવા પામી છે. વાલરમાં આજે એકપણ છાંટ વરસાદ વરસ્યો નથી. બગડમાં પૂર આવતા ગામના પાદર અને ચારેબાજુ પાણી ફરી વળ્યું છે. જેના લીધે ખેતી – પાક અને માલઢોરના ઘાસચારાને મસમોટું નુકશાન થવા પામ્યું છે. આ સાથે મહુવા બગદાણા રોડ ઉપર પાણી ફરી વળતા મહુવા બગદાણા રોડ બંધ કરાયો હતો.

ઉમરગામથી નારાયણ સરોવર સુધી બનશે 1630કિમી. લાંબો કોસ્ટલ કોરિડોર

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...