ઉમરગામથી નારાયણ સરોવર સુધી બનશે 1630કિમી. લાંબો કોસ્ટલ કોરિડોર

Photo of author

By rohitbhai parmar

ઉમરગામથી નારાયણ સરોવર સુધી બનશે 1630કિમી. લાંબો કોસ્ટલ કોરિડોર

1630km લાંબો કોસ્ટલ કોરિડોર પ્રોજેક્ટ: ગુજરાતના વિકાસમાં વધુ એક યશ કલગી ઉમેરાશે. જેમાં 1630 કિલોમીટર લાંબો કોસ્ટલ કોરિડોર બનાવવામાં આવશે. જે દક્ષિણ ગુજરાતના ઉમરગામથી છેક કચ્છના નારાયણ સરોવર સુધીનો હશે. આ કોરિડરથી પ્રવાસન અને આર્થિક વિકાસને વેગ મળશે.

1630 km from Umargam to Narayan Sarovar. Long coastal corridor

  • 1630 કિલોમીટર લાંબો ત્રણ ડ્રાઈવિંગ લેનનો હાઈવે બનશે
  • ગુજરાતમાં ભારતનો સૌથી મોટો કોસ્ટલ કોરિડોર બનશે

રાજ્યમાં પ્રવાસ અને આર્થિક બાબતોનો વેગ વધારવા માટે ગુજરતાર સરકારે દક્ષિણ ગુજરાતના ઉમરગામથી કચ્છના નારાયણ સરોવર સુધી નવો 1630 કિલોમીટર લાંબો કોસ્ટલ કોરિડોર ઉભો કરવાનો પ્રવાસ્તાવ મૂક્યો છે. જેને પીએમ ગતિ શક્તિ યોજના અંતર્ગત પૂર્ણ કરવા માટે સરકાર વિવિધ ઔદ્યોગિક અને સંલગ્ન પ્રવૃત્તિઓ હાઈવેની સમાંતર નિર્ધારિત કરવામાં આવશે. આ કોસ્ટલ કોરિડોર માટે સરકારે શરુઆતના 300 કિલોમીટર માટે જગ્યા નિર્ધારિત કરી લીધી છે જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત અને ભરૂચ જિલ્લાનો સમાવેશ થાય છે. આ કામ સાથે જોડાયેલા નજીકના સૂત્રએ જણાવ્યું છે કે, સરકારે પીએમ ગતિ શક્તિ પ્રોજેક્ટ અંતર્ગત નવા કોસ્ટલ કોરિડોર હાઈવે માટે પ્રસ્તાવ મૂક્યો છે.

સૂત્રનું કહેવું છે કે, “આ લગભગ દેશનો સૌથી લાંબો કોસ્ટલ હાઈવે હશે. જેમાં 1630 કિલોમીટરમાંથી 140 કિલોમીટરનો હાઈવે ગ્રીનફીલ્ડ કોસ્ટલ વિસ્તાર તરીકે વિકસિત કરવામાં આવશે, જ્યારે બાકીનો 1,490 કિલોમીટરનો હાઈવે બ્રાઉનફિલ્ડ રોડ હશે.”

1630km from Umargam to Narayan Sarovar. Long coastal corridor

 

હાઈવેની બાજુમાં કેટલાક જગ્યા પણ છોડવામાં આવશે

આ પ્રોજેક્ટ અંગે વધુ માહિતી આપતા સૂત્રએ જણાવ્યું કે, આ કોરિડોર ત્રણ ડ્રાઈવિંગ લેન સાથે ઓછામાં ઓછો 10 મીટર પહોળો હશે, જ્યારે હાલના રસ્તા પાંચ મીટરથી ઓછા પહોળા છે. સૂત્રએ આગળ જણાવ્યું કે, “આ કોરિડોર સાથેનો નિશ્ચિત વિસ્તાર બફર વિસ્તાર તરીકે આરક્ષિત રાખવામાં આવશે, જેથી ભવિષ્યમાં તેનો વિકાસ કરી શકાય. આ ખરેખર કોસ્ટલ કોરિડોર હશે.” વધુ આ વિકાસકાર્ય અંગે માહિતી ધરાવતા સૂત્રએ કહ્યું કે, આ પ્રોજેક્ટ પાછળ અંદાજિત ખર્ચ રૂપિયા 2400 કરોડ જેટલો થશે અને તેને ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. જેની શરુઆત માટે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં 30 કિલોમીટરનો વિસ્તાર નક્કી કરવામાં આવ્યો છે, આ કોરિડોર બનાવવા પાછળનો ઉદ્દેશ્ય દરિયાકાંઠાના પ્રવાસન, પરિવહન અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓને વેગ અપાવવાનો છે.

હેલ્થ ટિપ્સ: માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવા પોતાની જાતને કેવી રીતે સંભાળવી? મનોવૈજ્ઞાનિકે આપી ટીપ્સ

વધુ સમાચાર માટે…

Aajkaal Daily

Google News Follow Us Link