Site icon સોહમ 24 ન્યુઝ

Weather Updates Today: અમદાવાદમાં વાદળીયા વાતાવરણથી ગરમી ઘટી, દિલ્હીમાં પડ્યો વરસાદ

Table of Contents

Toggle

Weather Updates Today: અમદાવાદમાં વાદળીયા વાતાવરણથી ગરમી ઘટી, દિલ્હીમાં પડ્યો વરસાદ

Weather Updates And Forecast: ગુજરાતમાં આકરી ગરમીથી આંશિક રાહત મળી છે, અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેતા અને વાતાવરણમાં ભેજ વધતા ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. જોકે, બપોરના સમયે ભારે ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. આ તરફ દિલ્હીમાં ગરમીથી ત્રાહિમામ લોકોને વરસાદ થતા રાહત મળી છે. ગુજરાતમાં ચાલુ અઠવાડિયામાં વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે.

Google News Follow Us Link

અમદાવાદ, નવી દિલ્હીઃ ગુજરાતમાં વાતાવરણ વાદળછાયું થયું છે, અને ગરમીથી રાહત મળી છે, પાછલા અઠવાડિયાના અંતથી અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આ સાથે વાતાવરણ વાદળછાયું હોવાથી ગરમીથી થોડી રાહત મળી છે. જોકે, ભેજનું પ્રમાણ વધતા બફારો વધ્યો છે. આજે તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. આ તરફ દિલ્હી-નોઈડામાં આકરી ગરમી બાદ વરસાદ થતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. ગુજરાતમાં પણ આ વર્ષે પાછલા વર્ષોની સરખામણીમાં ચોમાસું વહેલું આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલે પણ આ અઠવાડિયામાં રાજ્યમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ શુક્રવારે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન સૂકું રહેશે. આ સાથે તેમણે ગરમીમાં ઘટાડો થવાની અને તે પછી ફરી એકવાર પારો ઊંચો જવાની શક્યતા વ્યક્ત કરી હતી. હવાના વહેરમાં ફરક પડશે કે તે અંગે મોહંતીએ જણાવ્યું હતું, “હાલ કોઈ મોટો ફરક નથી પરંતુ ભેજના કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે.”

દિલ્હીમાં ગરમીથી મળી રાહત

દિલ્હીમાં પાછલા ત્રણ દિવસથી પવન ફૂંકાવની સાથે છાંટા પડી રહ્યા હતા પરંતુ તેમ છતાં ઉકળાટ અનુભવાઈ રહ્યો હતો. સોમવારે સવારે અચાનક કાળા વાદળ છવાયા અને વરસાદી માહોલ બનતા દિલ્હી અને એનસીઆરમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, હવામાન વિભાગ મુજબ હજુ ગરમીનું ટોર્ચર બાકી છે, ફરી અઠવાડિયાના અંતમાં આકરી ગરમી શરુ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આવતીકાલે પણ દિલ્હીમાં વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદ થતા ગરમીનો પારો નીચો આવી ગયો છે અને શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે.

શું કહે છે અંબાલાલની આગાહી?

એવી આગાહી કરવામાં આવી છે કે આગામી 24મી મેથી 4 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં હળવું હવાનું દબાણ ઉભું થઈ શકે છે. આ સાથે રાજ્યના મધ્ય ભાગ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય જૂન મહિનામાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉભું થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં ક્યારે થશે મેઘરાજાની એન્ટ્રી?

ખાનગી સંસ્થા સ્કાયમેટના વાઈસ પ્રેસિડેન્ટ મહેશ પાલાવતે જણાવ્યું છે કે, “ગુજરાતમાં મે મહિનાના અંત સુધી કાળઝાળ ગરમી યથાવત રહેશે, પરંતુ તેમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે. જોકે, 18મી મે પછી ગુજરાતમાં ફરી એકવાર ગરમીનું જોર વધી શકે છે. કેરળમાં 26મી મેના રોજ ચોમાસાનું આગામન થવાની શક્યતા છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં 10થી 15 જૂન વચ્ચે તે પછી 15થી 20 જૂન દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગામન થઈ શકે છે.”

અમદાવાદ : બેફામ ડ્રાઇવરો સાવધાન! SG હાઇવે પર 70 થી વધારે ઝડપે ગાડી ચલાવી તો આવી બન્યું સમજો, લાયસન્સ પણ થઈ શકે છે રદ્દ

વધુ સમાચાર માટે…

આઈ એમ ગુજરાત

Google News Follow Us Link

Exit mobile version