Site icon સોહમ 24 ન્યુઝ

સાયલા તાલુકાનાં કેસરપર ગામે હોમિયોપેથીક સારવાર નિદાન કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો

સાયલા તાલુકાનાં કેસરપર ગામે હોમિયોપેથીક સારવાર નિદાન કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો

World Homeopathic Day – સાયલા તાલુકાનાં કેસરપર ગામે હોમિયોપેથીક સારવાર નિદાન કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો

Google News Follow Us Link

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી, જિલ્લા પંચાયત-સુરેન્દ્રનગરનાં માર્ગદર્શન હેઠળ સરકારી હોમિયોપેથિક દવાખાનું, સેજકપર દ્વારા સાયલા તાલુકાના કેસરપર ગામે હોમિયોપેથીના પ્રણેતા ડો.સેમ્યુલ હાનેમનની 268મી જન્મ જયંતી નિમિત્તે “વિશ્વ હોમિયોપેથિક દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.

જે અંતર્ગત કેસરપર ગામે હોમિયોપેથીક સારવાર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મેડિકલ ઓફિસર ડો.પુનિત જેઠવા, મેડિકલ ઓફિસર હરેશભાઈ ખાચર-PHC ડોળીયા, MPHW મેહુલભાઈ રાઠોડ તથા FHW સોનલબેન ડોડીયાએ સહકાર આપ્યો હતો. ઉપસરપંચ-(કેસરપર) શ્રી વિનુભાઈ સારલા, આગેવાન શ્રી વરસિંગભાઇ કાંજિયા સહિતના લોકો સહયોગી બન્યા હતા. આ હોમિયોપેથિક સારવાર નિદાન કેમ્પનો ગામનાં લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટના આરોપીને હાજર થવા અંગેનું જાહેરનામું

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version