Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ મેડિકલ હોલ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષ સ્થાને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

વઢવાણ મેડિકલ હોલ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષ સ્થાને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

Blood Donation Camp – વઢવાણ મેડિકલ હોલ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષ સ્થાને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

Google News Follow Us Link

આજે જળસંપત્તિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાનાં 68મા જન્મદિવસ નિમિત્તે વઢવાણ મેડિકલ હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તથા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં કેબિનેટ મંત્રીશ્રી કુંવરજી બાવળીયા જણાવ્યું હતું કે, જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ જેવી સેવાકીય પ્રવૃત્તિનું આયોજન એ ખરેખર પ્રશંસનીય બાબત છે. બ્લડ ડોનેશન કેમ્પ જેવી પ્રવૃતિઓ સમાજમાં સતત ચાલતી રહેવી જોઈએ. આ ખરેખર સરહાનિય કાર્ય છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા જેમની પાસે રેશનકાર્ડ ના હોય તેવા સમાજના અત્યંત ગરીબો, શ્રમિકો અને રાજ્યમાં રહેતા પરપ્રાંતિય લોકો માટે અન્‍ન બ્રહમ યોજના ચાલુ કરી છે. આ યોજના હેઠળ 6 માસ માટે પ્રતિ માસ 10 થી 15 કી.ગ્રા. અનાજ વિનામૂલ્યે આ૫વામાં આવે છે. 6 માસ બાદ સમીક્ષા હાથ ધરી બીજા 6 માસ માટે લાભ આ૫વાની જોગવાઈ ૫ણ કરવામાં આવી છે. સમાજના આવા જરૂરિયાતમંદ લોકોને આ યોજનામાં જોડવા અને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે માટે ઉપસ્થિત સૌને અપીલ કરી હતી. આ તકે મંત્રીશ્રીનું વિવિધ અગ્રણીઓ દ્વારા અભિવાદન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી અમથુભાઈ, કોઠારીયા મહંતશ્રી લાભુગીરીબાપુ, અગ્રણી સર્વશ્રી પ્રદીપભાઈ, નાગરભાઈ, મુકેશભાઈ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતાં.

સુરેન્દ્રનગર ખાતે પાણી-પુરવઠા સહિતના વિભાગના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક હાથ ધરતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version