દ્વારકાધીશના દર્શન કરવા જતા અકસ્માતમા 12ને ઇજા 3 ગંભીર
અમદાવાદ ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી પાસે આવેલ લેક્વી સોસાયટીમાં રહેતા અનાજના વેપારી વૈષ્ણવ વણીક જીતેન્દ્રભાઈ માણેકલાલ શાહ કોરોના પછી પરિવારજનો સાથે રાત્રે 8-30 કલાકે દ્વારકાધીશના દર્શન માટે ખાનગી મીની બસમાં નીકળેલ હતા. તેમની સાથે અમદાવાદમાં જ રહેતા દીકરી, જમાઈ, વેવાઈ અને બહેનોના પરિવાર મળી 16 સભ્યો હતા. આ બધા રાત્રીના 1 વાગ્યા આસપાસ ચોટીલા પસાર કરી રાજકોટ તરફ છ કિલોમીટર પહોંચ્યા એ વખતે રોડમાં અજાણ્યો વ્યક્તિ આડો ઉતાર્યો હતો.
સ્નાનાગારમાં ડૂબી જવાથી બાળકનું મોત આવેદન આપી પરિવારને સહાય આપવા માંગ
આથી ડ્રાઇવરે બ્રેક મારતા બસ પલટી ખાઇ જતા દેકારો મચી જવા પામ્યો હતો. અકસ્માતની જાણ આસપાસના લોકોને અને પસાર થતા વાહન ચાલકોને થતા તેઓ થોભી ગયા હતા અને બચાવ કામગીરીમાં લાગ્યા હતા. મીની બસ પલટી ખાધેલી હાલતમાં હોય, કેટલા લોકો છે તેનો અંદાજ લગાવી શકાય તેમ ન હતો. છેવટે બસના આગળ-પાછળના કાચ તોડી ઇજાગ્રસ્તોને બહાર કાઢી થાન, ચોટીલા, વાંકાનેર, કુવાડવાની 108 મારફતે સરકારી હોસ્પિટલ-ચોટીલા સારવાર માટે ખસેડાયા હતા.
અકસ્માતમાં 12 વ્યક્તિને નાની-મોટી ઇજા થઈ હતી. જેમાં ત્રણ વ્યક્તિને ગંભીર ઇજાઓ થઈ હતી.
વઢવાણ સુરેન્દ્રનગર-બોટાદ રૂટની બસો શરૂ કરવામાં આવતાં આનંદની લાગણી જોવા મળી