સ્નાનાગારમાં ડૂબી જવાથી બાળકનું મોત આવેદન આપી પરિવારને સહાય આપવા માંગ
- દસ વરસના બાળકનું ડૂબી જતાં કમકમાટીભર્યું મોત
- ગરીબ પરિવારે લાડકવાયો ગુમાવતા ગમગીની ફેલાઈ
- મૃત બાળકના શરીરને પી.એમ. માટે હોસ્પિટલે મોકલી આપેલ
- સરકારીશ્રીની ગાઈડ લાઇન મુજબ સ્નાનાગાર બંધ છે

સુરેન્દ્રનગર શહેરમાં મેઘાણી બાગ રોડ પર આવેલા નગરપાલિકા સંચાલિત સ્નાનાગારમાં ઘનશ્યામનગરમાં રહેતા ઓમ મુકેશભાઈ ડાભી નામના દસ વરસના બાળકનું ડૂબી જતાં કમકમાટીભર્યું મોત થયું હતું. નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ થતા ટીમના માણસો સ્થળ પર દોડી ગયા હતા અને મૃત બાળકના શરીરને પી.એમ. માટે હોસ્પિટલે મોકલી આપેલ.
રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા ગરીબ પરિવારે લાડકવાયો ગુમાવતા ગમગીની ફેલાઈ ગઈ હતી. આથી આ મામલે આમ આદમી પાર્ટીના કાર્યકરો મહેશભાઈ ગોલતર, કમલેશ કોટેચા, પ્રવિણસિંહ પરમાર વગેરે દ્વારા કલેક્ટર કચેરી ખાતે સોમવારે આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે હાલ કોરોના મહામારીને પગલે સરકાર દ્વારા સ્વીમીંગ પુલ બંધ રાખવાના આદેશ હોવા છતાં પણ આ સ્વીમીંગ પુલમાં પાણી કેમ ભરવામાં આવ્યું અને જવાબદાર અધિકારીઓની બેદરકારીના લીધે જ બાળકનું મોત થયું હોવાનો આક્ષેપ કરી નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ વિરુધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને સરકાર દ્વારા મૃતક બાળકના પરિવારને રૂ.50 લાખથી 1 કરોડની સહાય આપવામાં આવે તેવી માંગ કરી હતી. સરકારીશ્રીની ગાઈડ લાઇન મુજબ સ્નાનાગાર બંધ છે. પણ આ બાળક પાછળથી વંડી ઠેકીને આવ્યા હતા એવું જાણવા મળ્યું હતું અને સ્નાનાગારમાં નહાવા પડતા ડૂબી જતા મૃત્યુ થયું હતું.
વઢવાણ સુરેન્દ્રનગર ભાજપના હોદ્દેદારોએ ઈ-ચિંતન પ્રશિક્ષણ વર્ગના વર્ચ્યુઅલ સેમિનારમાં ભાગ લીધો