GJ-13 Surendranagar – GJ-13-BD સિરીઝના પસંદગીના નંબર મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે
- GJ-13-BD સિરીઝના પસંદગીના નંબર મેળવવા માટે ઓનલાઈન અરજી
સુરેન્દ્રનગર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર એ.આર.ટી.ઓ. કચેરી દ્વારા “GJ-13-BD” સિરીઝના ગોલ્ડન/સિલ્વર તેમજ લોકોને પસંદગીનાં નંબરની ફાળવણી માટે ઓનલાઈન હરાજી શરૂ કરવામાં આવી છે. કચેરીમાં મોટરસાયકલ વાહનના નંબર માટેની GJ13BD 0001 To 9999 E-AUCTION માટે શરૂ કરવામાં આવી છે.
આ સિરીઝની નંબર પ્લેટ મેળવવા ઇચ્છુક વાહન માલિકોએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન દિવસ-7 માં કરાવી ઓનલાઇન વેબસાઈટ http://parivahan.gov.in/fancy પર પણ રજીસ્ટ્રેશન કરી ઈ-ઑક્શનમાં ભાગ લઇ શકાશે. ઈ-ઑક્શન માટે તારીખ-25/01/2023 થી 11/02/2023 સુધીમાં ઓનલાઈન ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપ્લિકેશન કરવાની રહેશે. તા.11/02/2023 થી તા.13/02/2023 ના રોજ ઈ-ઑક્શનનું બિડીંગ ઓપન થશે. તા.14/02/2023 સુધીમાં રજીસ્ટ્રેશન ફોર્મ તથા CAN ફોર્મ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી(એ.આર.ટી.ઓ કચેરી), બહુમાળી ભવન, ખેરાળી રોડ, સુરેન્દ્રનગર ખાતે જમા કરાવવાનું રહેશે. વધુમાં વાહનના સેલ ઇન્વોઇસ/વીમા/સી.આર.ટી.એમ પૈકી જે વહેલું હોઈ તે તારીખથી 07 દિવસમાં અરજી કરવાની રહેશે તેમ યાદીમાં જણાવાયું છે.