National Voter’s Day – જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને સી.યુ.શાહ યુનિવર્સિટી ખાતે 13મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ
-
મતદાનની પવિત્ર ફરજ નિભાવી દરેક નાગરિકોએ મતદાન અવશ્ય કરવું જોઈએ –કલેક્ટરશ્રી કે.સી સંપટ
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી કે.સી.સંપટના અધ્યક્ષ સ્થાને સી.યુ.શાહ યુનિવર્સિટી-વઢવાણ ખાતે 13મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કલેકટરશ્રી કે.સી.સંપટે જણાવ્યું હતું કે, મતદાનની પવિત્ર ફરજ નિભાવી દરેક નાગરિકોએ મતદાન અવશ્ય કરવું જોઈએ તથા બીજા લોકોને પણ મતદાન માટે જાગૃત કરવા જોઈએ.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં યુવા મિત્રોમાં મતદાન જાગૃતતા જોવા મળી છે, જેના કારણે પ્રથમ વખત મતદાન કરનાર યુવા મિત્રોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. એક પણ અણબનાવ વિના જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા શાંતિથી પૂર્ણ થઈ હતી. આ ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવા જિલ્લાના અધિકારી-કર્મચારીઓએ પ્રશંસનીય કામગીરી કરી છે. આ તકે જિલ્લા કલેકટરશ્રીએ ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવનાર જિલ્લાના તમામ કર્મયોગીઓને તેમજ ચૂંટણી શાખાની કામગીરીને બીરદાવી સર્વેને “રાષ્ટ્રીય મતદાતા દિવસ” ની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
વિશેષમાં આ કાર્યક્રમ દરમિયાન ચૂંટણી દરમિયાન પ્રશંનીય કામગીરી માટે બેસ્ટ મતદાર નોંધણી અધિકારી તરીકે લીંબડી પ્રાંત અધિકારીશ્રી યોગરાજસિંહ જી.જાડેજા, બેસ્ટ મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે થાનગઢ મામલતદારશ્રી અરુણ એન.શર્મા, બેસ્ટ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તરીકે શ્રી ડી.કે મજેતર, બેસ્ટ નાયબ મામલતદાર તરીકે ચુંટણી શાખા-સુરેન્દ્રનગર શ્રી મયુર બી. દવે, તેમજ શ્રી એન. સી. ખેર, નાયબ મામલતદાર –પાટડી શ્રી ધવલકુમાર રામાનુજ, નાયબ મામલતદાર-ધ્રાંગધ્રા શ્રી સલીમ એસ.જીવાણી તેમજ બેસ્ટ સિસ્ટમ સુપરવાઇઝરશ્રી તરીકે ચુંટણી શાખા–સુરેન્દ્રનગર શ્રી નરેશભાઈ અલગોતરને કલેકટરશ્રી કે.સી. સંપટના વરદ હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
આ ઉપરાંત બેસ્ટ સુપરવાઇઝર તરીકે આચાર્યશ્રી મહેન્દ્રસિંહ સોલંકી, આચાર્યશ્રી અશોકકુમાર જાદવ, શિક્ષકશ્રી જયસુખભાઈ વાઘેલા, મદદનીશ શિક્ષકશ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ તથા સોહિલભાઈ સીદાતરને, બેસ્ટ બુથ લેવલ ઓફિસર (BLO) તરીકે શિક્ષકશ્રી ગોરધનભાઈ રાઠોડ તેમજ હિરેનકુમાર ચૌહાણ, મદદનીશ શિક્ષકશ્રી પ્રવીણકુમાર કણઝારીયા, પ્રતાપભાઈ ચાવડા, ભાવેશકુમાર પટેલ, તેમજ બેસ્ટ કેમ્પસ એમ્બેસેડર તરીકે એ.વી.જે.ઓઝા ઇન્સ્ટિટ્યૂટ ઓફ બી.એડ એન્ડ કોમર્સ કોલેજ-લખતરના શ્રી રોહિત જખવાડિયા, એલ.એમ.વોરા ગર્લ્સ કોલેજ-સાયલાના શ્રી બંસીબેન આકૈયા, એમ.પી વોરા કોમર્સ કોલેજ-વઢવાણના શ્રી દીપ સવાડીયા, આઈ.ટી.આઈ ચોટીલાના શ્રી નમનસિંહ રહેવર, એસ.એસ.પી જૈન કોલેજ-ધ્રાંગધ્રાના શ્રી વિજય જાદવ વગેરેને ઉપસ્થિત મહાનુભાવના હસ્તે પ્રશંસનીય પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
કાર્યક્રમ દરમિયાન મતદાન જાગરૂકતા માટે ઉપસ્થિત સમુદાયને “મે ભારત હું …..” ઓડિયો ક્લિપ સંભળાવવામાં આવી હતી. આ ઉપરાંત નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડી. કે મજેતર દ્વારા મતદાન માટે પ્રતિજ્ઞા પણ લેવડાવામાં આવી હતી. તેમજ યંગ વોટર દ્વારા મતદાન અંગે વક્તવ્યો રજૂ કરાયા હતા.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન પ્રાંત અધિકારશ્રી દીપેશ કેડિયા દ્વારા તથા આભાર વિધિ નાયબ મામલતદારશ્રી મયુર બી. દવે દ્વારા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ચૂંટણી શાખાના અધિકારી – કર્મચારીઓ સહિત સી.યુ.શાહ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરશ્રી એચ.જે જાની, અધ્યાપકો સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:
અરૂણા ડાવરા
સંચારી રોગ અટકાયત માટે કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ