Oil Theft Scam- ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ટેન્કરમાંથી ગેરકાયદે તેલ ચોરીનું કૌભાંડ પકડાયું

Photo of author

By rohitbhai parmar

Oil Theft Scam- ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ટેન્કરમાંથી ગેરકાયદે તેલ ચોરીનું કૌભાંડ પકડાયું

ગાંધીનગર સીઆઈડી ક્રાઈમનો દરોડો, સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાતા કામગીરી સામે સવાલો

Google News Follow Us Link

Illegal oil theft scam from tanker caught on Dhrangadhra-Malwan highway

  • 32 બેરલ તેલ સહિત રૂા.57 કરોડનો મુદ્દામાલ જપ્ત
  • પીપળી ગામ પાસે હોટલના પાછળના ભાગમાંથી તેલની હેરફેરી
  • સ્થળ પરથી ઝડપાયેલા પાંચ શખ્સો સહિત 13 સામે ગુનો

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર અસમાજીક પ્રવૃત્તિઓ થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે અગાઉ પણ અનેક વખત ઈંગ્લીશ દારૂ, બાયોડિઝલ સહિતનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે સ્થાનીક પોલીસને અંધારામાં રાખી ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની ટીમે બાતમીના આધારે ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર પીપળી ગામના પાટીયા પાસે આવેલ એક હોટલના પાછળના ભાગમાં ખુલ્લી જગ્યામાંથી ગેરકાયદેસર અલગ-અલગ પ્રકારના તેલની ટેન્કરોમાંથી ચોરી કરતા શખ્સોને 1.57 કરોડના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. ટેન્કર ડ્રાઈવર સહિત 14થી વધુ શખ્સો સામે રાજકોટ સીઆઈડી ક્રાઈમ પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની ટીમે ધ્રાંગધ્રા-માલવણ નેશનલ હાઈવે પર પેટ્રોલીંગ હાથધર્યું હતું. દરમ્યાન પીપળી ગામના પાટીયા પાસે આવેલ એક હોટલની પાછળના ભાગે  ખુલ્લી જગ્યામાં ટેન્કરમાંથી ખાદ્યતેલની ચોરી કરી તેની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે સ્ટાફ સાથે રેઈડ કરી હતી. જે દરમ્યાન રાજકોટ ખાતે રહેતા મનીષભાઈ પટેલ અને તેમના ભાગીદારો દ્વારા માણસો રાખી મુંદ્રાથી ટેન્કરો ભરી હજીરા તરફ લઈ જવામાં આવી રહેલો પામોલીન તેલ, દિવેલ તેલ, સોયાબીન તેલને ટેન્કરોના ડ્રાઈવર અને ક્લીનર સાથે મળી તેમને લાલચ આપી ટેન્કરમાંથી માણસો દ્વારા તેલ કઢાવી લેતા હતા. તેનો સંગ્રહ કરી વેચાણ કરતા હોવાનું જણાઈ આવ્યું હતું.

PGVCL ELECTRICITY RAIDS – ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના 333 કનેક્શન ચેક કરાયા

જેમાં સ્થળ પર પરથી બે ટેન્કરોમાંથી અમુક શખ્સો કેરબામાં તેલ ભરતા નજરે પડયા હતા. પોલીસને જોઈ ચાર શખ્સો નાસી છૂટ્યા હતા. જ્યારે પાંચ શખ્સોને સ્થળ પરથી ઝડપી પાડયા હતા. જેમની પુછપરછ કરતા પોતાના નામ (1) અજમલકુમાર બાજુજી કોલી, રહે.પીપળી તા.પાટડી, મુળ રહે. રાજસ્થાન (2) મહેબુબભાઈ બાબુભાઈ સુમરા (ટેન્કર ચાલક), રહે.રાજકોટ (3) નરપત રાજાજી ઠાકોર, રહે.પીપળી મુળ રહે.ધાનેરા (4) પ્રવિણભાઈ બાજુજી કોલી, રહે.પીપળી તા. પાટડી, મુળ રહે. રાજસ્થાન (5) ગજરાજસીંગ બીરમસીંગ રાવત (ટેન્કર ચાલક), રહે. રાજસ્થાનવાળાને ઝડપી લીધા હતા. ઝડપાયેલ તમામ શખ્સોની પુછપરછ કરતા ખુલ્લી જગ્યા રાજકોટ ખાતે મનીષભાઈ પટેલ, વાય.બી.જાડેજા યુવરાજસિંહ રહે. મોરબી સુરેશભાઈ રામગોપાલ, રહે. ગાંધીધામ, રજાકભાઈ રહે. રાજકોટ અને વિશાલભાઈ રહે. રાજકોટવાળાઓએ ભાગીદારીમાં ભાડે રાખી હાઈવે પરથી પસાર થતા ટેન્કરોમાંથી ગેરકાયદે તેલ કાઢી તેની ચોરી કરી ધંધો કરતા હોવાનું જણાવ્યું હતું.

આ તમામ હેરાફેરીના હિસાબની જવાબદારી નરેન્દ્રસિંહ બાપાલાલ જાડેજા, રહે. મોરબીવાળાને સોંપવામાં આવી હોવાનું અને સુરેશભાઈ રામગોપાલ, ટેન્કરોના ડ્રાઈવ અને કંડક્ટરનો સંપર્ક કરી તેમને લાલચ આપી સ્થળ પરનું લોકેશન મોકલી ટેન્કરોને જગ્યા પર મોકલી અલગ-અલગ પ્રકારનું તેલ માણસો મારફતે કઢાવી બેરલ અને કેરબા ભરી તેને છોટા હાથી મારફતે ડ્રાઈવર મહેબુબભાઈ દ્વારા સુરેશભાઈએ જણાવેલ વ્યક્તિને બીલ સાથે અમદાવાદ તરફ કાઢેલું તેલ મોકલી આપતા હતા.

આ સમગ્ર હેરાફેર ના મેસેજની આપ-લે માટે શ્રી ગણેશ નામનું વોટ્સ અપ ગૃપ પણ બનાવવામાં આવ્યું હતું જેમાં નરેન્દ્રસિંહ જાડેજા વિગતો મોકલતા હતા અને તે મુજબ સુરેશભાઈ ડ્રાઈવર અને કંડકટરના સંપર્કમાં રહી તેનું ગુગલ પે કે અન્ય રીતે ઓનલાઈન પેમેન્ટની ચુકવણી કરતા હતા.

CRPFમાંથી નિવૃત્તિ બાદ વતન લખતરમાં પરત ફરતા જવાનનું પરિવાર અને ગ્રામજનો દ્વારા સ્વાગત

ઉપરાંત ડ્રાઈવરોને કેરબામાંથી તેલ કાઢી તેને પ્લાસ્ટીકના ડ્રમમાં ભરી છોટા હાથીમાં ચડાવવાની મજુરી પેટે એક દિવસના રૂા.500 ચુકવવામાં આવતા હતા તેમજ ડ્રાઈવરો જે કંપનીમાંથી તેલ ભરીને નીકળે તે વખત ટેન્કરનું સીલ થોડું લુઝ રાખતા અને હાઈવે પર હેરાફેરીની જગ્યાએ આવી તે સીલ ખોલી દીધા બાદ તેમાંથી તેલ કાઢી ફરી પાછું સીલ મારી દેતા હોવાનું દ્વારા પણ સામે આવ્યું છે.

આમ ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર મોટાપાયે ટેન્કરોમાંથી અલગ-અલગ જાતના તેલની હેરાફેરી અને ચોરીનું માટું કૌભાંડ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે સ્થાનીક પોલીસને અંધારામાં રાખી ગાંધીનગર વિગતો સીઆઈડી ક્રાઈમ ટીમ દ્વારા રેઈડ કરવામાં આવતાં ફરી પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. અને આટલું મોટું કૌભાંડ અને હેરાફેરી ખુલ્લેઆમ ચાલતી હોવા છતાં સ્થાનીક પોલીસ દ્વારા કેમ અત્યાર સુધી કાર્યવાહી કરવામાં ન આવી સહિતની ચર્ચાઓએ જોર પકડયું છે.

PATDIના યુવકના આપઘાત કેસમાં યુવકના પરિવારજનોએ પોલીસ મથકે રજૂઆત

દરોડામાં સ્થળ ઉપરથી પોલીસની ટીમે મુદ્દામાલમાં શું શું પકડાયું

જ્યારે સીઆઈડી ક્રાઈમની ટીમે સ્થળ પરથી છોટા હાથી, 3-ટેન્કર, 1 કાર કિંમત રૂા.51 લાખ, અલગ-અલગ પ્રકારના 32 બેરલ તેલ (5290 લીટર) કિંમત રૂા.2.73 લાખ, 35 લીટર સોયાબીન તેલનો કેરબો કિંમત રૂા.1750, મોબાઈલ નંગ-4 તેમજ નાના-મોટા ખાલી 39 કેરબા, ઈલેકટ્રીક વજન કાંટો, પ્લાસ્ટીકની ડોલ, પ્લાસ્ટીકના પાઈપ સહિત કુલ રૂા.1.57 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

CLEANLINESS CAMPAIGN- થાન પોલીસ મથકમાં પડેલો 7 કરોડનો મુદ્દામાલ ભૂસ્તર કચેરીએ મોકલવા કાર્યવાહી

કૌભાંડમાં પકડાયેલા પાંચ સહિત 13 વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ

આ સમગ્ર મામલે સીઆઈડી ક્રાઈમની ટીમ દ્વારા સ્થળ પરથી ઝડપાયેલ પાંચ શખ્સો (1) અજમલકુમાર બાજુજી કોલી, રહે.પીપળી તા.પાટડી, મુળ રહે. રાજસ્થાન (2) મહેબુબભાઈ બાબુભાઈ સુમરા (ટેન્કર ચાલક), રહે.રાજકોટ (3) નરપત રાજાજી ઠાકોર, રહે.પીપળી મુળ રહે.ધાનેરા (4) પ્રવિણભાઈ બાજુજી કોલી, રહે.પીપળી તા.પાટડી, મુળ રહે. રાજસ્થાન (5) ગજરાજસીંગ બીરમસીંગ રાવત (ટેન્કર ચાલક), રહે. રાજસ્થાનવાળા અને હાજર મળી ન આવેલ (6) મનીષભાઈ પટેલ, રહે.રાજકોટ (7) વાય.બી.જાડેજા યુવરાજસિંહ (8) સુરેશ રામગોપાલ, રહે.ગાંધીધામ (9) રજાકભાઈ, રહે.રાજકોટ (10) વિશાલભાઈ, રહે.રાજકોટ (11) નરેન્દ્રસિંહ બાપાલાલ જાડેજા, રહે.મોરબી, (12) ટેન્કરચાલક (13) અન્ય ટેન્કરચાલક સામે રાજકોટ સીઆઈડી ક્રાઈમ પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Surendranagar- નકટીવાવ મેલડીમાં મંદિરે જતો રસ્તો બંધ કરાતા ખેડૂતો ખફા

ગુજરાત સમાચાર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link