સુરેન્દ્રનગર શહેરની વિવિધ શાક માર્કેટોમાં ઋતુગત ફળોનું આગમન
- ઊનાળાની સિઝન શરૂ થતાં સુરેન્દ્રનગર શહેરની વિવિધ બજારોમાં ઋતુગત ફળોનું આગમન થવા પામી છે.
- જેમાં ખાસ કરીને તરબૂચ, સક્કરટેટી, દ્રાક્ષ અને કાળી દ્રાક્ષ તેમજ કેરીનું આગમન થવા પામ્યું છે.
સુરેન્દ્રનગર શહેરની વિવિધ શાક માર્કેટોમાં ઋતુગત ફળોનું આગમન તરબૂચની ઘરાકી ખુલી. ઊનાળાની સિઝન શરૂ થતાં સુરેન્દ્રનગર શહેરની વિવિધ બજારોમાં ઋતુગત ફળોનું આગમન થવા પામી છે. જેમાં ખાસ કરીને તરબૂચ, સક્કરટેટી, દ્રાક્ષ અને કાળી દ્રાક્ષ તેમજ કેરીનું આગમન થવા પામ્યું છે. શહેરની જુદી-જુદી શાક માર્કેટમાં શાકભાજીની સાથે ઋતુગત ફળોનું આગમન થતાં શાકભાજીનું વેચાણ કરતા લારી ધારકો ઋતુગત ફળોનું પણ વેચાણ કરતા નજરે પડી રહ્યા છે. હાલ તો ઋતુગત ફળોનું કેટલાક ફળોના ભાવ વધુ હોવાથી લોકો આ ભાવ ઉતરવાની પણ રાહ જોઈ રહ્યા છે.
થાનગઢ મનડાસર ગામની સીમમાંથી વાંકાનેર તાલુકાના ઝડપાયેલ ઇસમ સામે ફરિયાદ નોંધાઇ