પોરબંદરમાં 2 નંબરનું સિગ્નલ ઉતારીને 4 નંબરનું સિગ્નલ ચઢાવવામાં આવ્યું છે
- તૌકતે વાવાઝોડું સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે
- પોરબંદરમાં બે(2) નંબરનું સિગ્નલ ઉતારીને ચાર(4) નંબરનું સિગ્નલ ચઢાવવામાં આવ્યું છે.
- હાલ વાવાઝોડાની દિશા વેરાવળ તરફ આગળ વધી રહી છે
તૌકતે વાવાઝોડું સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે ત્યારે પોરબંદરમાં બે(2) નંબરનું સિગ્નલ ઉતારીને ચાર(4) નંબરનું સિગ્નલ ચઢાવવામાં આવ્યું છે. લોકોને દરિયાકાંઠે ન જવા અને માછીમારોને માછીમારી ન કરવા જવા માટે સૂચના આપવામાં આવી છે.
સૌરાષ્ટ્રના દરિયાકિનારે તૌકતે નામનું વાવાઝોડું મંડરાઇ રહ્યું છે હાલ વાવાઝોડાની દિશા વેરાવળ તરફ આગળ વધી રહી છે ત્યારે પોરબંદરમાં બે(2) નંબરનું સિગ્નલ ઉતારીને ચાર(4) નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારી કરી રહેલ બોટો તમામ પોરબંદર આવી ગઈ છે વાવાઝોડું જેમ-જેમ આગળ વધે છે.
પોરબંદર પોલીસ દ્વારા વાવાઝોડાની ગંભીરતા અંગે દરિયાકાંઠા વિસ્તારના લોકોની માહિતી આપી
તેમ તેની ગતિમાં પણ વધારો થઇ રહ્યો છે અને એટલી જ ઝડપે પવન પણ ફૂકાશે ત્યારે પોરબંદરના બંદર ઉપર બે(2) નંબરનું સિગ્નલ ઉતારીને ચાર(4) નંબરનું સિગ્નલ ચઢાવવામાં આવ્યું છે તંત્ર દ્વારા સાવચેતીના પગલારૂપે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં તૌકતે નામના વાવાઝોડાની સંભવિત આફત, ખેડૂતોને સચેત કરાયા