પોરબંદર પોલીસ દ્વારા વાવાઝોડાની ગંભીરતા અંગે દરિયાકાંઠા વિસ્તારના લોકોની માહિતી આપી
- પોરબંદર પોલીસ દ્વારા વાવાઝોડાની ગંભીરતા અંગે દરિયાકાંઠા વિસ્તારના લોકોની માહિતી આપવામાં આવી રહી છે.
- તારીખ 16 થી 18 મે સુધી હવામાન વિભાગ દ્વારા વાવાઝોડું તેમજ ભારે વરસાદની શક્યતા

પોરબંદર પોલીસ દ્વારા વાવાઝોડાની ગંભીરતા અંગે દરિયાકાંઠા વિસ્તારના લોકોની માહિતી આપવામાં આવી રહી છે. નુકસાન થવાની શક્યતા હોય તેવી નાની બોટ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે જવા અપીલ કરવામાં આવી છે.
પોરબંદરમાં પોલીસ દ્વારા સંભવિત વાવાઝોડાની અસર અંગે દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને માર્ગદર્શન આપવામાં હતું. ગુજરાત રાજ્ય પર આગામી તારીખ 16 થી 18 મે સુધી હવામાન વિભાગ દ્વારા વાવાઝોડું તેમજ ભારે વરસાદની શક્યતા દર્શવામાં આવી છે.
જેના અનુસંધાને પોરબંદર જિલ્લા પોલીસ અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં જઈ દરિયાકિનારાની આસપાસ વસવાટ કરતા લોકોને વાવાઝોડા અંગેની ગંભીરતા વિશે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા પોલીસ દ્વારા તમામ પોસ્ટ વિસ્તારના લોકોને ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી.
લોકો હજુ સુધી દરિયામાં હોય અને પરત આવ્યા ન હોય તેઓને તાત્કાલીક અસરથી કોન્ટેક્ટ કરીને પરત બોલાવવામાં આવે તેવું પણ જણાવ્યું હતું. તેમજ પોલીસ દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો કે જ્યાં પાણી ભરાવવાની વધારે શક્યતા હોય.
તેમજ કોઈ પરિવાર જર્જરિત મકાનમાં વસવાટ કરતા હોય તેઓને સુરક્ષિત સ્થળે જવા અપીલ કરવામાં આવી હતી સરકારના દરિયાઇ સુરક્ષા ટોલ ફ્રી નંબર 1093 નો મહત્તમ ઉપયોગ કરવા માટે અને બંદર વિસ્તારમાં નાની બોટો કે જેને ભારે પવનને કારણે નુકસાન થઈ શકે તેમ હોય તેને કોઈ અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવા જણાવ્યુ છે.
સુરેન્દ્રનગર વઢવાણ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ચાર્જ સંભાળતા બહુમાન કરવામાં આવ્યું