કોઈના ઘરે શુભ કે અશુભ પ્રસંગ હોય તો તેના ઘરે જઈને ઊભા રહેજો જરૂરી આર્થિક મદદ તરત જ કરજો પાછા લેવાની અપેક્ષા ના રાખતા !
- કોરોનાના કારણે અતિ મુશ્કેલી વાળી પરિસ્થિતિનો સામનો સમગ્ર માનવજાત કરી રહ્યો છે.
- દરેક માણસ ગમે તેટલો આર્થિક રીતે સુખી હોય કે હોંશિયાર હોય પણ કટોકટીની પળમાં હંમેશા નાના માણસો જ મદદરૂપ થાય છે.
- જો જાજા મિત્રો કરવાની આદત ના હોય તો એક-બે એવા મિત્રો બનાવવા કે જે ઓલ રાઉન્ડર હોય.
કોરોનાના કારણે અતિ મુશ્કેલી વાળી પરિસ્થિતિનો સામનો સમગ્ર માનવજાત કરી રહ્યો છે. આવી વિકટ પરિસ્થિતિ કોરોનાના ભોગ બનેલા જલદી સાજા થઈ જાય તેવી પ્રાથના.
અચાનક આવી પડેલ આ વિકટ પરિસ્થિતિએ માનવીને પોતે કેટલો પછાત છે તેની પ્રતિતિ કરાવી દીધી.
દરેક માણસ ગમે તેટલો આર્થિક રીતે સુખી હોય કે હોંશિયાર હોય પણ કટોકટીની પળમાં હંમેશા નાના માણસો જ મદદરૂપ થાય છે. દોડીને મદદ કરવા લાગે છે. શ્રીમંત કે કલાક 1 કે 2 માણસો દૂરથી નઝારો નિહાળે છે ને ફોન દ્વારા મદદ કરવાનું નાટક કરે છે.
દરેક માણસે દરેક બાબતમાં ઈમરજન્સી ઉપત્ન થાય તો કોને બોલાવવા તેની માનસિક તૈયારી કરી રાખવી જોઈએ.
ધરમાં કોઈ અચાનક બીમાર પડે ને હૉસ્પિટલ લઈ જવાના હોય તો 108 ને કેવી રીતે બોલાવવી તેનો પ્રેક્ટિકલ અનુભવ હોવો જરૂર છે. એમ્બ્યુલન્સ માટેનો નંબર ફોનમાં સેવ કરેલા હોવા જોઈએ. પ્રાઈવેટ એમ્બ્યુલન્સ માટે કોને કોન્ટેક કેવી રીતે કરવો તેનો અભ્યાસ હોવો જરૂરી છે.
અચાનક ઘરમાં આગ લાગે તો ફાયરબ્રિગેડને કયાં નંબર ઉપર ફોન કરવો. નંબરના લાગે અન્ય કોને ફોન કરવો તેનું નોલેજ અગાઉથી મેળવી લીધું હોવું જોઈએ.
ઘરમાં મેડિકલ તકલીફ કોઈને થાય તો શરૂઆતમાં ક્યા દવાખાને ક્યા ડૉક્ટર પાસે લઈ જવા અથવા એકાદ ફેમિલી ડૉક્ટરની સાથે ફેમિલી રિલેશન રાખી તેનું માર્ગદર્શન મેળવીને આગળ વધવું એવી સમજણ હોવી જરૂરી છે.
ઘરમાં ઇલેક્ટ્રીક કે ઇલેક્ટ્રોનિક્સ સાધનો બગડે તો પ્રાઇમરી રિપેરિંગ માટે ફેમિલી ઈલેકટ્રિશન રાખવો તેની સલાહ લઈને જે કંપનીના સાધનોનું રિપેરિંગ કરાવી લેવું.
બેંક માટેની કોઈ જરૂરિયાત હોય – લોન લેવી તો ક્યાંથી લેવી, રૂપિયાનું આર્થિક રોકાણ ક્યાં કરવું આ બાબત એકાદ બેંકના મિત્રને ફેમિલી ફ્રેન્ડ બનાવી લેવો જેથી જરૂરી માર્ગદર્શન મળી શકે.
શહેરમાં સારી ફૂડ આઇટેમ કઈ હોટલમાં મળે, મેનુ કેવું હોય છે. ચાર્જ કેવો હોય છે. આ બધું જાણવા માટે એકાદ ફૂડ શોખીન મિત્રને ફેમિલી ફ્રેન્ડ બનાવી લેવો. જાણકારી મળે અને તેની કંપની પણ મળે.
ઘરના સામાજિક પ્રસંગોમાં લગ્નના પ્રસંગો કેવી રીતે ગોઠવવા પાર્ટી પ્લોટ રાખવો કે કેમ મેનુ શું રાખવું. ડેકોરેશન કેવું કરવું. આ બધી બાબતોના જાણકારને ફેમિલી ફ્રેન્ડ બનાવી લેવો. સરળતાથી કામ પતે ખોટો ખર્ચો પણ ના થાય અને ટેન્શન પણ ના રહે.
પિક્ચરનો શોખીન હોય તેનો તો એવો મિત્ર બનાવી લેવો જે દરેક પિક્ચરનો રિપોર્ટ દે. જોવાલાયક છે કે નહી વળી એક વાત યાદ રાખજો કે નાના માણસ સાથે દોસ્તી વધારે ટાળજો. તેના ઘરે શુભ કે અશુભ પ્રસંગ હોય તો પહેલા તેના ઘરે જઈને ઊભા રહેજો. જરૂરી આર્થિક મદદ તરત જ કરજો પાછા લેવાની અપેક્ષા ના રાખતા કેમ કે આવા માણસો તમારે કોઈ કામ હોય તો દોડીને આવતા હોય છે.
અને જો જાજા મિત્રો કરવાની આદત ના હોય તો એક-બે એવા મિત્રો બનાવવા કે જે ઓલ રાઉન્ડર હોય. જેને બધી બાબતનું નોલેજ હોય અથવા તેના કોન્ટેક બધી બાજુ હોય અને આપણું કામ તરત જ પતાવી દેતા હોય છે.
જિંદગીમાં એકલા મૂંઝાઇને ના રહેવું કોઈને મદદ કરવા ગમે ત્યારે નિકળી પડવું આવું કરશો તો તમારી મુશ્કેલીમાં પણ લોકો દોડીને આવશે.
વઢવાણ સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામે આવેલ વંડામાં આગ લાગતા દોડધામ મચી