વઢવાણ સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામેના વિસ્તારમાં પાણીના વેડફાટથી કચવાટ ફેલાયો
- સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામેના વિસ્તારમાં કીમતી પાણીનો વેડફાટથી કચવાટ ફેલાયો.
- પાણીની લાઈનમાં એકાએક ભંગાણ
- વાહનચાલકો અને રાહદારીઓમાં આ પાણીને લઇને આશ્ચર્યની લાગણી
- કીમતી પાણીનો થઈ રહેલો વેડફાટ અટકાવવાની સ્થાનિક રહિશોએ માંગ
સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામેના વિસ્તારમાં કીમતી પાણીનો વેડફાટથી કચવાટ ફેલાયો. સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામે આવેલ વિસ્તારમાં પાણીની લાઈનમાં એકાએક ભંગાણ સર્જાતા કીમતી પાણીનો વેડફાટ જાહેર રોડ પર થતો જોવા મળ્યો હતો.
ઉનાળાના દિવસોમાં પાણીના ખાબોચીયા ભરાતા રસ્તા ઉપરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં આ પાણીને લઇને આશ્ચર્યની લાગણી પણ ઉભી થવા પામી હતી. ત્યારે પાલિકાની મિકેનિકલ ટીમ દ્વારા આ બાબતે ઝડપથી કામગીરી હાથ ધરીને કીમતી પાણીનો થઈ રહેલો વેડફાટ અટકાવવાની સ્થાનિક રહિશોએ માંગ પણ કરી છે.