વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ખેતીવાડી અધિકારીને ખેડૂત આગેવાનોએ આવેદનપત્ર આપ્યું

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ખેતીવાડી અધિકારીને ખેડૂત આગેવાનોએ આવેદનપત્ર આપ્યું

  • સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં કાર્યરત ખેતીવાડી વિભાગના અધિકારીને રૂબરૂ મળી આવેદનપત્ર આપવામાં આવ્યું.
  • વર્ષ 2019-20 વર્ષમાં મંજૂર થયેલા ગોડાઉનની સબસીડીની રકમ હજુ ખેડૂતોને મળી નથી.
  • ખેતીવાડી અધિકારી એચ.ડી.વાદીને રૂબરૂ મળીને આવેદનપત્ર
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ખેતીવાડી અધિકારીને ખેડૂત આગેવાનોએ આવેદનપત્ર આપ્યું
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ખેતીવાડી અધિકારીને ખેડૂત આગેવાનોએ આવેદનપત્ર આપ્યું

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં કાર્યરત ખેતીવાડી વિભાગના અધિકારીને રૂબરૂ મળી આવેદનપત્ર આપવામાં આવ્યું. સુરેન્દ્રનગર ખેતીવાડી અધિકારીને ખેડૂત આગેવાનોએ રૂબરૂ મળી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિમંત્રી આર.સી.ફળદુને ઉદ્દેશીને રજૂઆત કરવામાં આવી છે.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ખેતીવાડી અધિકારીને ખેડૂત આગેવાનોએ આવેદનપત્ર આપ્યું

જેમાં જણાવવામાં આવ્યું છે કે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન થયેલા ઘઉંની તાત્કાલિક ધોરણે ખરીદી ચાલુ કરવા અને વર્ષ 2019-20 વર્ષમાં મંજૂર થયેલા ગોડાઉનની સબસીડીની રકમ હજુ ખેડૂતોને મળી નથી. તે ઝડપથી ખેડૂતોના ખાતામાં જમા આપવાની માંગ સાથે ખેતીવાડી અધિકારી એચ.ડી.વાદીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

વઢવાણ તાલુકાના લટુડા મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત સેવાયજ્ઞ શરૂ કરાયો

બાબતે ખેડૂત એકતા મંચના પ્રમુખ રાજુભાઇ કરપડા સાથે ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહીને ગુજરાત ખેડૂત એકતા મંચના નેજા હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ટૂંક સમયમાં કોવિડના કપરા સમયમાં પણ ગાંધીજીના માર્ગે આંદોલનનો માર્ગ અપનાવી તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરીએ દેખાવ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

વઢવાણ સુરેન્દ્રનગર વાદીપરામાંથી ઝડપાયેલ દારૂ બદલ બે ઈસમો સામે ફરિયાદ નોંધાઇ

વધુ સમાચાર માટે…