Share  Market : નબળાં વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારની નરમાશ સાથે શરૂઆત, Sensex 58000 નીચે સરક્યો

Photo of author

By SOHAM 24 NEWS

Share  Market : નબળાં વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારની નરમાશ સાથે શરૂઆત, Sensex 58000 નીચે સરક્યો

સોમવારે બજારમાં જોરદાર ગતિ જોવા મળી હતી અને તે 59 હજારને પાર પહોંચી ગયો હતો પરંતુ અંતે ભારે ઘટાડા સાથે બંધ થયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 503 પોઈન્ટ (0.86%) ઘટીને 58,283 પર બંધ થયો હતો.

Google News Follow Us Link

Share  Market : નબળાં વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારની નરમાશ સાથે શરૂઆત, Sensex 58000 નીચે સરક્યો

  • નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર નરમાશ સાથે ખુલ્યું હતું.
  • આજે ગ્લોબલ માર્કેટમાં સંકેત નબળા મળ્યા છે.

Share  Market : નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર નરમાશ સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 58,059.76 ઉપર ખુલ્યા બાદ  57,843.67 ના સ્તર પર નીચલા સ્તરે કારોબાર કરતો નજરે પડ્યો હતો. બીજી તરફ નિફ્ટી100 પોઈન્ટ અથવા 0.63 ટકા ઘટીને 17,242.75 ના સ્તરે જોવા મળ્યો હતો. ITC, Cipla, HDFC લાઈફ, SBI Life Insurance અને Power Grid Corp નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ છે. બીજી તરફ, Bajaj Finance, Tata Motors, Infosys, HDFC અને Shree Cements નિફ્ટીમાં ટોપ લુઝર છે.

કેટરીનાએ પોતાના હાથ વડે વિક્કીને લગાવી હલ્દી, કપલે કંઇક આ રીતે માણી લગ્નના જશ્નની મજા

  • વૈશ્વિક સંકેત નબળા મળ્યા

આજે ગ્લોબલ માર્કેટમાં સંકેત નબળા મળ્યા છે. એશિયન બજારોમાં સુસ્તી જોવા મળી રહી છે. SGX NIFTY ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. DOW FUTURESમાં થોડો વધારો થયો હોવા છતાં FEDની બેઠકથી પહેલા ગઈકાલે અમેરિકા બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ઓમિક્રોનથી બ્રિટનમાં પહેલી મોતથી દહેશત ફેલાઈ છે. એશિયાના બજારોમાં દબાણની સાથે શરુઆત થઈ છે અને SGX NIFTY માં દબાણ જોવા મળી રહ્યું છે. અમેરિકાના બજારોમાં વેચવાલી વધી રહી છે. Dow Jones 300 અંકોથી વધુ તુટ્યો છે. આજથી US FEDની બેઠક શરૂ થશે.

આ દરમિયાન આજે એશિયન બજારોમાં ઘટાડા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. SGX Nifty 166.00 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. નિક્કી લગભગ 0.48 ટકાના ઘટાડાની સાથે 28,504.15ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેટ ટાઇમ્સ 0.09 ટકાનો નજીવો વધારો જોવા મળી રહી છે. તાઈવાનનું બજાર 0.82 ટકા ઘટીને 17,621.49 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. હેંગસેંગ 1.13 ટકા ઘટાડા સાથે 23,684.00 ના સ્તર પર આવી રહી છે. જ્યારે કોસ્પીમાં 0.61 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. શાંઘાઈ કમ્પોઝિટ 0.52 ટકા તૂટ્યું છે.

PM મોદી કાળ ભૈરવ મંદિર પહોંચ્યા, કાશીના કોટવાલની કરી પૂજા-અર્ચના, જુઓ Video

બલ્ક ડીલ: 

Societe Generale એ Agro Phos Indiaમાં 1.02 લાખ શેર પ્રતિ શેર રૂ. 24.59ના ભાવે વેચ્યા છે.

પ્રમોટર અનમોલુ ભારતે 13.87 પ્રતિ શેરના ભાવે Beardsell માં 2,51,760 ઇક્વિટી શેર વેચ્યા છે.

Computer Age Management Servicesમાં Great Terrain Investment એ NSE પર શેર દીઠ રૂ. 2,752.09ના ભાવે 20 લાખ ઇક્વિટી શેર અને BSE પર રૂ. 2,751.79 પ્રતિ શેરના ભાવે 15 લાખ શેર વેચ્યા છે. બીજી તરફ Plutus Wealth Management LLP એ BSE પર પ્રતિ શેર રૂ. 2,750 ના દરે કંપનીના 6 લાખ શેર ખરીદ્યા છે.

ભારતની હરનાઝ સંધુએ જીત્યો મિસ યુનિવર્સનો તાજ, જાણો કોણ છે આ યુવતી

સોમવારે બજારની છેલ્લી સ્થિતિ

સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે બજારમાં જોરદાર ગતિ જોવા મળી હતી અને તે 59 હજારને પાર પહોંચી ગયો હતો પરંતુ અંતે ભારે ઘટાડા સાથે બંધ થયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 503 પોઈન્ટ (0.86%) ઘટીને 58,283 પર બંધ થયો હતો. રિલાયન્સ, બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વના શેરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો.

લગ્નની પીઠીના દિવસે જ રાજકોટમાં પોલીસ ભરતી માટે ગ્રાઉન્ડ ટેસ્ટ, લીંબડીની યુવતીની એક દિવસે બે પરિક્ષા

વધુ સમાચાર માટે…

TV9 ગુજરાતી

Google News Follow Us Link