- Advertisement -
Homeગુજરાત ના સમાચારઝીંઝુવાડાની શાળાને ઐતિહાસિક દરવાજો આપી વિકસાવવામાં આવે તેવી માંગ

ઝીંઝુવાડાની શાળાને ઐતિહાસિક દરવાજો આપી વિકસાવવામાં આવે તેવી માંગ

- Advertisement -

ઝીંઝુવાડાની શાળાને ઐતિહાસિક દરવાજો આપી વિકસાવવામાં આવે તેવી માંગ

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ પ્રાથમિક શિક્ષણ ઝીંઝુવાડામાં લિધુ હતુ.

•  125મી જન્મજયંતિ નિમીત્તે મેઘાણીના સંસ્મરણોને વિકસાવવા બે કરોડનું બજેટ ફાળવ્યું.

  • રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું નામ સાંભળતાની સાથે જ ગુજરાતના ગૌરવસમા ઇતિહાસની ઝાંખી નજર સમક્ષ તરી આવે છે.
  • રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ પ્રાથમિક શિક્ષક રણકાંઠાના ઝીંઝુવાડામાં લીધું હતું.
  • પુસ્તક “શબ્દોના સૌદાગર”
  • ઐતિહાસિક ઝીંઝુવાડા ગામ આજેય વિકાસ ઝંખે છે.
ઝીંઝુવાડાની શાળાને ઐતિહાસિક દરવાજો આપી વિકસાવવામાં આવે તેવી માંગ
ઝીંઝુવાડાની શાળાને ઐતિહાસિક દરવાજો આપી વિકસાવવામાં આવે તેવી માંગ

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું નામ સાંભળતાની સાથે જ ગુજરાતના ગૌરવસમા ઇતિહાસની ઝાંખી નજર સમક્ષ તરી આવે છે. રાજ્ય સરકારે મેઘાણી સ્મૃતિ સ્થાનો વિકસાવવા મોટું બજેટ ફાળવ્યું છે. પરંતુ કદાચ કોઇને ખબર નહીં હોય કે, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ પ્રાથમિક શિક્ષક રણકાંઠાના ઝીંઝુવાડામાં લીધું હતું. થોડા સમય અગાઉ આ ઐતિહાસિક શાળામાં ખર્ચો કરી અદ્યતન બનાવવામાં આવી હતી. પરંતુ આ શાળાને ઐતિહાસિક દરજ્જો આપી એને વિકસાવવામાં આવે એવી માંગ ઉઠી છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું નામ સાંભળતાની સાથે જ

  • “એ મારી જનનીના હૈયામાં, પોઢતા પોઢતા, અમે પીધો
    કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ”

હૈયામાં અને હોંઠ પર આવી ચઢે. ઝાલાવાડના ચોટીલા ગામમાં 28 ઓગષ્ઠ 1896માં જન્મેલા ઝવેરચંદ મેઘાણીએ 9 માર્ચ 1947માં બોટાદ ખાતે 51 વર્ષે દેહનો ત્યાગ કર્યો હતો. સરકારે થોડા સમય અગાઉ મહાન રાજ્ય પ્રતિભાઓએ
જે જે શાળામાં પ્રાથમિક શિક્ષણ સહિતનો અભ્યાસ કર્યો હોય તે તમામ શાળાને ઐતિહાસિક શાળા ઘોષિત કરી એની
યોગ્ય જાળવણી કરવાનો વિચાર અમલમાં મુક્યો હતો. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થાન અને એમના અમર સર્જન સાથે સંકળાયેલા વિવિધ સ્થાનોને વિકસાવી લિટરેચર ટુરીઝમ શરૂ કરવાનો અભિનવ પ્રયોગ થઇ રહ્યોં છે. જેમાં સૌરાષ્ટ્રની રસધાર અને સોરઠી બહારવટિયા જેવા યાદગાર સર્જનોના સાક્ષીરૂપ સ્થાનોને નવું કલેરવ મળશે.
રાજ્ય સરકારે પ્રથમ તબક્કે ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ નિમીત્તે એમના જન્મસ્થાન અને કર્મભૂમિ સહિતના ઐતિહાસિક સંસ્મરણોને વિકસાવવા બે કરોડનું બજેટ ફાળવ્યું છે.

શાળાઓમાં મેઘાણીએ લીધુ શિક્ષણ ત્યારે પાટડી તાલુકા કે ઝાલાવાડના તો શું પરંતુ ગુજરાતના એક પણ વ્યક્તિને કદાચ ખબર નહીં હોય કે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ પ્રાથમિક શિક્ષણ પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામેં આવેલી કુમાર શાળામાં શિક્ષણ લીધુ હતુ. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પિતા કાળીદાસ મેઘાણી અહીંના ઝીંઝુવાડા પોલિસ મથકમાં જમાદાર હતા. ઝવેરચંદે પ્રાથમિક શિક્ષણ રાજકોટ સહિત ભાવનગર જીલ્લાના લાખાપાદર સહિત સુરેન્દ્રનગર જીલ્લાના ઝીંઝુવાડા અને વઢવાણ ગામેં લીધુ હતુ. માહિતી ખાતા દ્વારા બહાર પડાયેલા પુસ્તક “શબ્દોના સૌદાગર” પુસ્તકમાં મેઘાણીના ઘડતર સાથે સંકળાયેલા સ્થળોના શિર્ષક હેઠળ નકશા સાથે વર્ણવેલુ છે જે કદાચ ગુજરાતના જૂજ જ ઇતિહાસ પ્રેમી લોકોને ખબર હશે.

શાળા વિકસાવવા એનજીઓ આગળ આવી, સરકારની ઘોર ઉપેક્ષા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ઝીંઝુવાડાની જે કુમાર શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવેલું એ ઐતિહાસિક શાળા માટે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત એનજીઓએ આ ઐતિહાસિક શાળામાં 10 નવા રૂમો બનાવી વિકાસ કર્યો હતો. પરંતુ સરકાર દ્વારા આ શાળાને ઐતિહાસિક શાળાને રાષ્ટ્રીય દરજ્જો આપવાના બદલે એની ઘોર અવદશા જોઇને ઇતિહાસ પ્રેમી લોકોનું દિલ આજે પણ દ્રવી ઉઠે છે.

ઐતિહાસિક ઝીંઝુવાડા ગામ આજેય વિકાસ ઝંખે છે. રણકાંઠાના ઝીંઝુવાડા ગામની મુલાકાત લો તો ગામના ચારેય
દિશામાં હવા સાથે વાતો કરતા ચાર જાજરમાન દરવાજાઓ સહિતનો ઐતિહાસિક કિલ્લો ભૂંકપની કારમી થપાટ સામેં અત્યંત જર્જરીત બનતા પુરાતત્વ વિભાગ દ્વારા આ ઐતિહાસિક ઝીંઝવાડા ગામની ધરોહરને જીવંત રાખવાના.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Rain – ગુજરાતમાં હવે ફરી ક્યારે શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, ક્યા પડશે વરસાદ?

Rain - ગુજરાતમાં હવે ફરી ક્યારે શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, ક્યા પડશે વરસાદ? Google News Follow Us Link ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી જાણે કે ચોમાસાએ બ્રેક લીધો છે. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ક્યાંય ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો નથી. ગત વર્ષે પણ ગુજરાતમાં ચોમાસા દરમિયાન આવી જ સમાન પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ બાદ ચોમાસાએ વિરામ લીધો હતો. ગુજરાતમાં પહેલી...