સુરેન્દ્રનગર જિલ્લામાં તા. ૮ મી માર્ચના રોજ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાશે
- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાશે
- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અન્વયે જિલ્લા કક્ષાએ તેમજ દરેક તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.
આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસરશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં તા. ૮ મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અન્વયે જિલ્લા કક્ષાએ તેમજ દરેક તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જેમાં મહિલાઓનું સન્માન, વ્હાલી દીકરી યોજના, પી.સી.પી.એન.ડી.ટી. આઈ.સી.ડી.એસ., કિશોરીઓ દ્વારા રંગોળી સ્પર્ધા, ચિત્ર, નિબંધ સ્પર્ધા જેવા કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા સાસુ વહુનું સંમેલન, કિશોરીઓમાં સમસ્યા અને સંભાળ વિગેરે જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરાવવામાં આવ્યું છે.