સુરેન્દ્રનગર ટાઉનહોલના મેનેજર મહિલાનું પર્સ પરત આપ્યું
- વુમન્સ ડે નિમિત્તે ફેશન શો કાર્યક્રમ સહિતના કાર્યક્રમો યોજાયા હતા
- ટાઉનહોલના મેનેજર મહિલાનું પર્સ પરત આપ્યું.
સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ વિસ્તારમાં આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે વુમન્સ ડે નિમિત્તે ફેશન શો કાર્યક્રમ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી બાદમાં કાર્યક્રમ પૂર્ણ થતાં ટાઉન હોલમાં મેનેજર તખત સિંહ રાઠોડને પ્રિયાબેન સુમિતભાઈ પટેલ નામની મહિલાનું પર્સ મળી આવી હતી આજે ટાઉન હોલમાં મેનેજર તખત સિંહ રાઠોડે નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યા ને જાણ કરી હતી આથી બાદમાં પ્રિયાબેન સુમિતભાઈ પટેલનું પર્સ પરત કર્યું હતું આથી પ્રિયાબેન પટેલે મેનેજરની તખતસિંહ અને નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યા ની પ્રમાણિકતા ને લીધે આભાર વ્યક્ત કર્યો હતો
-A.P : રોપોર્ટ