સુરેન્દ્રનગર મીના બજાર પાસે ટ્રાફિક પોલીસ અને લારી ધારક વચ્ચે ઝપાઝપી
મહિલા ટ્રાફિક પીએસઆઇ ની ઉપસ્થિતિમાં સંઘર્ષ થયો
- લારી ધારક સાથે ટ્રાફિક પીએસઆઇ સાથે બોલાચાલી ના દ્રશ્યો સર્જાયા હતા.
- લારી ધારક સાથે ટ્રાફિક પોલીસ ને સંઘર્ષ થયો હતો.
- પોલીસ કર્મચારીઓ અને બ્રિગેડના જવાનો અને લારી ધારક વચ્ચે માથાકૂટ થઇ હતી.
- લારી ધારક સાથે ટ્રાફિક પીએસઆઇ સાથે બોલાચાલી ના દ્રશ્યો વિડીયો વાઇરલ.
સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રોડ ઉપર આવેલ મીના બજાર વિસ્તારમાં લારી ધારક સાથે ટ્રાફિક પોલીસ ને સંઘર્ષ થયો હતો. જેમા મેઇન રોડ ઉપર ટ્રાફિક પીએસઆઇ સાથે બોલાચાલી ના દ્રશ્યો સર્જાયા હતા. બનાવના પગલે મહિલા ટ્રાફિક પી.એસ.આઇ., પોલીસ કર્મચારીઓ અને બ્રિગેડના જવાનો અને લારી ધારક વચ્ચે માથાકૂટ થઇ હતી. સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવાના ભાગરૂપે સુરેન્દ્રનગર મુખ્ય રોડ ઉપર લારી ન રાખવા બાબતે કલેકટરે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમ છતાં કેટલાંક લોકો નિયમોને અવગણીને ટ્રાફિકને અડચણરૂપ હોય તે રીતે વ્યવસાય કરતાં પોલીસ સાથે સંઘર્ષ થવાના બનાવો પણ બની રહ્યા છે. જ્યારે આ બનાવમાં ઝપાઝપી કરનાર લારી ધારકને એ ડિવિઝન પોલીસમાં સોંપી દેવામાં આવ્યો છે.
-A.P : રોપોર્ટ