મેરુભા દાદાનો જન્મદિવસ તથા વીરગતિ દિવસ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો
શ્રી મેરુભા દાદા મંદિર,કટુડા ખાતે મેરુભા દાદાનો જન્મદિવસ તથા વીરગતિ દિવસ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો.
- મહા વદ-11 ના રોજ શ્રી મેરુભા દાદા નો જન્મદિવસ અને વીરગતિ પામ્યા
- 108 નાની દીકરીઓ ને ગોરણી કરી
- ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધેલ
મહા વદ-11 ના રોજ શ્રી મેરુભા દાદા નો જન્મદિવસ અને વીરગતિ પામ્યા એ દિવસ બંને એક જ તિથી એ હોઈ શ્રી મેરુભા દાદા મંદિર,કટુડા ખાતે તા.9-03-2021 ના રોજ સિંદુર થાપા, ફુલ પછેડો,ધ્વજારોહણ,મહાઆરતી તથા ગાયત્રી યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવેલ. શ્રી નયનભાઈ ઠાકર તથા રાધે પ્રજ્ઞા મંડળ દ્વારા ગાયત્રી યજ્ઞ કરાવવામાં આવેલ.આ સાથે 108 નાની દીકરીઓ ને ગોરણી કરી તથા સાધુ-સંતો અને બ્રાહ્મણો ને જમાડી ભેટ સોગાદ અર્પણ કરવામાં આવેલ તથા સંખ્યાબંધ ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધેલ.
આ મહોત્સવને સફળ બનાવવા માટે ભુવાશ્રી અરવિંદસિંહ યુ.ઝાલા,શ્રી વિક્રમસિંહ ઝાલા,શ્રી ગનુભા ઝાલા,શ્રી સહદેવસિંહ ઝાલા,શ્રી રાજભા ઝાલા,શ્રી પૃથ્વીસિંહ ઝાલા,શ્રી રણજીતસિંહ ઝાલા,શ્રી ભરતસિંહ ઝાલા,શ્રી સજુભા ઝાલા,શ્રી મહાદેવભાઈ,શ્રી દિલીપસિંહ એ. ઝાલા તથા ટ્રસ્ટ ના તમામ સભ્યો અને ગામના ખંતિલા યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ.
-A.P : રોપોર્ટ