સુરેન્દ્રનગરનાં હવેલીચોકમાં દારૂની ખાલી કોથળીનાં ઢગલાથી લોકો ત્રસ્ત

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગરનાં હવેલીચોકમાં દારૂની ખાલી કોથળીનાં ઢગલાથી લોકો ત્રસ્ત

  • સુરેન્દ્રનગરનાં હવેલીચોકમાં દારૂની ખાલી કોથળીનાં ઢગલાથી લોકો ત્રસ્ત
  • જૈન સમાજનું દેરાસર પણ આવેલું છે
  • દેશી દારૂના અડ્ડા જેવી દુર્ગંધ પસાર થતા વ્યક્તિઓને ફરજિયાત મોઢે અને નાકે ડૂચા દેવા પડે છે
  • ધાર્મિક સ્થળો હોવાના કારણે દર્શનાર્થીઓ વહેલી સવારથી જ આવતા હોય છે
સુરેન્દ્રનગરનાં હવેલીચોકમાં દારૂની ખાલી કોથળીનાં ઢગલાથી લોકો ત્રસ્ત
સુરેન્દ્રનગરનાં હવેલીચોકમાં દારૂની ખાલી કોથળીનાં ઢગલાથી લોકો ત્રસ્ત

સુરેન્દ્રનગર શહેરના હવેલી ચોક વિસ્તારમાં વહેલી સવારના દેશી દારૂની અસંખ્ય કોથળીઓ કચરાના ઢગલામાં નાખવામાં આવતા દુર્ગંધથી આખો વિસ્તાર ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે ત્યારે જાણે કે આખા વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય તેવી દુર્ગંધ મારી રહી છે ત્યારે વળી નવાઈની વાત તો એ છે કે આજ વિસ્તારમાં જૈન સમાજનું દેરાસર પણ આવેલું છે અને વહેલી સવારે દર્શનાર્થીઓ આવતા હોય છે ત્યારે આ વહેલી સવારના આ રીતે દેશી દારૂની કોથળીઓ કચરાના ઢગલામાં નાખવામાં આવતા દેશી દારૂના અડ્ડા જેવી દુર્ગંધ પસાર થતા વ્યક્તિઓને ફરજિયાત મોઢે અને નાકે ડૂચા દેવા પડે છે ત્યારે આ વિસ્તારમાં એક ધાર્મિક સ્થળો હોવાના કારણે દર્શનાર્થીઓ વહેલી સવારથી જ આવતા હોય છે ત્યારે આ વિસ્તારમાં દેશી ખાલી દારૂની કોથળીઓ કોણ કચરામાં નાખે છે તે સવાલ ઉત્પન્ન થયો છે ત્યારે પોલીસ તંત્ર તપાસ કરી અને તાત્કાલિક અસરે આ રીતે નખાતી ખાલી દેશી દારૂની કોથળીઓ નાખનાર સામે કાયદેસર કાર્યવાહી કરે તેવી દર્શનાર્થીઓ માંથી માંગ ઉઠી છે.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ