Notification – સુરેન્દ્રનગર જિલ્લામાં પરવાનાવાળા હથિયાર જમા કરાવી દેવાનાં રહેશે, મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું
સુરેન્દ્રનગર જિલ્લામાં પરવાનાવાળા હથિયાર જમા કરાવી દેવાનાં રહેશે, મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું
-
સુરેન્દ્રનગર જિલ્લામાં પરવાનાવાળા હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવાનાં રહેશે
વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ને અનુલક્ષી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કેયુર સી. સંપટ દ્વારા પરવાનાવાળા હથિયારો જમા કરાવવા તેમજ દંડા, ચપ્પુ- તલવાર, ભાલા, લાઠી, લાકડી અથવા શારીરિક ઈજા પહોંચાડવામાં ઉપયોગ થઈ શકે તેવી બીજી કોઈ ચીજો કે વસ્તુઓ સાથે લઈ ઘર બહાર નીકળવા કે ફરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન મોરબી રાહત’ લોન્ચ કર્યું
સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં યોજાય તેમજ મતદારો મુક્ત અને નિર્ભય રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.10/12/2022 સુધી દરેક વ્યક્તિએ પોતાના પરવાનાવાળા કે અન્ય હથિયાર સાથે ન રાખતા હથિયાર સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે. ફરજ પર રોકાયેલા પોલીસ કે અન્ય કર્મચારી/અધિકારીઓ કે જેઓની ફરજના ભાગરૂપે શસ્ત્રો રાખવાના થાય છે તેમને, શારીરિક અશક્તિનાં કારણે લાકડી અથવા લાઠી લઈ ફરવું જરૂરી હોય તે વ્યક્તિને તેમજ જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકો કે તે બેંકની કેશ-કરન્સી લાવવા-લઈ જવા માટે સિક્યોરીટીનાં વ્યક્તિઓને બેંકના હથિયાર પરવાનાવાળા શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવે છે.
સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી હોનારતનાં દિવંગતોને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ
તેમજ ઔદ્યોગિક એકમો, ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો વગેરે પોતે પરવાના ધરાવતી હોય તે સંસ્થા અને સિક્યુરીટી ફરજ પરની વ્યક્તિ માન્ય પરવાનો ધરાવતી હોય તે સંસ્થાઓ અને વ્યક્તિઓ પોતાના ફરજના ભાગરૂપે તે સ્થળે પરવાનાવાળા શસ્ત્રો રાખી શકશે. જાહેરનામાનો ભંગ કરનાર દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા.10/12/2022 સુધી અમલમાં રહેશે.