સુરેન્દ્રનગર ખમીસાણા પાસે પરણિત યુવકનાં આપઘાત બાદ
માનસિક ત્રાસ આપનાર ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
- ખમીસાણા પાસે પરણિત યુવકનાં આપઘાત બાદ માનસિક ત્રાસ આપનાર ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ.

ખમીસાણા પાસે પરણિત યુવકનાં આપઘાત બાદ માનસિક ત્રાસ આપનાર ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. જોરાવરનગર તાબાનાં ખમીસાણા ગામની મોરબી નર્મદા બ્રાન્ચ કેનાલના નાળામાં પાણી પીવા કે માનસિક ત્રાસથી કંટાળી જઇ જાતે નર્મદા કેનાલમાં પડતું મૂકતા મરણ ગયાની જોરાવનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની જોરાવરનગર પોલીસ મથકે ચાર જેટલા ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની જોરાવનગર પોલીસ મથકેથી પ્રાપ્ય માહિતી મુજબ મુળી તાલુકાના લીયાગામે રહેતા ફરિયાદી દિનેશભાઈ ઉર્ફે દુધાભાઈ જેઠાભાઇ મકવાણાએ વાંકાનેર તથા મોરબી રહેતા જ્યોતિબેન સોલંકી, કંચનબેન સોલંકી, દિનેશભાઇ ચૌહાણ, અજીતભાઇ સોલંકી સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અશ્વિનકુમાર દવે ચલાવી રહ્યા છે.