જવાબદારી નિભાવવા બેદરકાર રહેતા ડૉક્ટર સામે ફરિયાદ
- એક એક દિવસ વારાફરતી જવાબદારી સોંપી હતી.
- ડૉક્ટર શંકર દત્તા જવાબદારી નિભાવવા માટે હાજર ન રહેતા
- પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર સામે ફરિયાદ દાખલ કરી હતી
ધ્રાંગધ્રાના હળવદ રોડ પર આવેલ સંસ્કારધામ ગુરુકુલ ખાતે અને સરકારી હૉસ્પિટલમાં સરકારી કોવિડ સેન્ટર શરૂ કરેલ છે. આ બંને કોવિડ સેન્ટર માટે ધ્રાંગધ્રાની શ્રીજી હૉસ્પિટલના ડૉક્ટર ચિરાગ શાહ અને ડૉક્ટર શંકર દત્તાની નિમણુંક કરી, એક એક દિવસ વારાફરતી જવાબદારી સોંપી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં કોવિડની સારવાર કરાવતા દર્દીઓ માટે વિનામૂલ્યે ટિફિન સેવા શરૂ કરાઈ
પરંતુ ડૉક્ટર શંકર દત્તા જવાબદારી નિભાવવા માટે હાજર ન રહેતા સરકારી હૉસ્પિટલના સુપ્રી.આર.એચ.ભાલાળાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 56 મુજબ ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર સામે ફરિયાદ દાખલ કરી હતી અને પોલીસે ડૉક્ટરની ધરપકડ કરી હતી અને બાદમાં જામીન પર છૂટયા હતા.
વઢવાણ સુરેન્દ્રનગરમાં શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળુ વેકેશન અને નવા શૈક્ષણિક સત્રની તારીખો જાહેર કરાઈ