સુરેન્દ્રનગર ખાતે ઉર્જા રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલનાં અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ   

Photo of author

By rohitbhai parmar

સુરેન્દ્રનગર ખાતે ઉર્જા રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલનાં અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ   

સુરેન્દ્રનગર ખાતે ઉર્જા રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલનાં અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ   

જિલ્લામાં આગામી દિવસોમાં ઉર્જા વિભાગ દ્વારા મેગા મેઈન્ટેનન્સ હાથ ધરવાની સૂચના આપતા મંત્રીશ્રી

વીજ આપૂર્તિવિતરણ અને તેની આંતરમાળખાકીય સુવિધાઓને લગતી વિવિધ સમસ્યાઓ અંગે ઝીણવટપૂર્વક માહિતી મેળવતા મંત્રીશ્રી વીજ પુરવઠાને લગતા વિવિધ પ્રશ્નોનાં કાયમી નિરાકરણ લાવવા પર ચર્ચા-વિચારણા હાથ ધરી

અંતરિયાળ વિસ્તારો સહિત દરેક ગામમાં નિયમિત વીજપુરવઠો સુનિશ્ચિત કરવો સરકારની પ્રાથમિકતા છે

Google News Follow Us Link

સુરેન્દ્રનગર ખાતે ઉર્જા રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલનાં અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

  • સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે ઊર્જા રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઇ

સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે આજે ઉર્જા રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉર્જા અને કૃષિ વિભાગને લગતા વિવિધ પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઉર્જા રાજ્ય રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જિલ્લામાં વીજ આપૂર્તિ, વિતરણ અને તેની આંતરમાળખાકીય સુવિધાઓને લગતી વિવિધ સમસ્યાઓ અંગે ઝીણવટપૂર્વક માહિતી મેળવતા સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, જિલ્લાનાં પદાધિકારીશ્રીઓ, પીજીવીસીએલ, જેટકો તેમજ વહીવટીતંત્રનાં વરિષ્ઠ અધિકારીઓ સાથે તેમનાં ઝડપી નિરાકરણ અંગે વિગતવાર ચર્ચા હાથ ધરી હતી.

ખેતીવાડી માટેનાં વીજ કનેક્શન, સિંગલ ફેઈઝ વિજળી, નવા સબ સ્ટેશન સ્થાપવા, ફીડ઼રોનાં મેઈન્ટેનન્સ સહિતનાં ખેડૂતો અને સામાન્ય જનોને સ્પર્શતા પ્રશ્નો વિશે સંબંધિત પદાધિકારીઓ-અધિકારીઓ પાસેથી વિસ્તારપૂર્વક માહિતી મેળવી તેનાં ઉકેલ અંગે સંબંધિતોને નિર્દેશ-માર્ગદર્શન આપ્યા હતા. જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારો સહિત દરેક ગામમાં નિયમિત વીજપુરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવાને સરકારની પ્રાથમિકતા ગણાવતા તેમણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વીજળી અંગેના પ્રશ્નોનું કાયમી નિરાકરણ આવે તેમજ લોકોની જરૂરિયાતોને ધ્યાને લઈ તાત્કાલિક નિવારણ કરવા પડે તેવા પ્રશ્નોનું તાકીદના ધોરણે સમાધાન કરવામાં આવે તે બાબત સુનિશ્ચિત કરવા ઉર્જા વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું. આ માટે સમગ્ર જિલ્લામાં મેગા મેઈન્ટેનન્સની કામગીરી હાથ ધરી સમગ્ર વીજ માળખાને વધુ સુર્દઢ બનાવવા તેમણે ઉમેર્યું હતું.

સુરેન્દ્રનગર ખાતે ઉર્જા રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલનાં અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

ગુજરાતમાં ઉર્જા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે તેમ જણાવતા મંત્રીશ્રી પટેલે ઉમેર્યું હતું કે તાઉતે વાવાઝોડા

દરમિયાન વીજ વિભાગના અધિકારી-કર્મચારીશ્રીઓએ અથાગ મહેનતથી ટૂંક સમયમાં પ્રભાવિત વિસ્તારમાં વીજ

પુરવઠો પુનઃ સ્થાપિત કર્યો હતો.

સુરેન્દ્રનગર ખાતે ઉર્જા રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલનાં અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

વધુમાં મંત્રીશ્રીએ વરસાદની સ્થિતિમાં વીજ પુરવઠો ખોરવવા સહિતની સમસ્યાઓનાં ઝડપી નિરાકરણ માટે ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સાથે નિયમિત સંપર્કમાં રહેવા ઉર્જા વિભાગનાં અધિકારીઓને તેમણે તાકીદ કરી હતી. બેઠકમાં વઢવાણ ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, દસાડા ધારાસભ્યશ્રી નૌશાદભાઈ સોલંકી, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા, નગરપાલિકા પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતનાં વિવિધ પદાધિકારીશ્રીઓ, નિવાસી અધિક કલેક્ટરશ્રી દર્શનાબેન ભગલાણી, ઉર્જા વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સાયલા ખાતે શ્રી ઢાંકણીયા દૂધ ઉત્પાદન મંડળીના  ‘નવીન દૂધ ઘર’નું લોકાર્પણ

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link