ધ્રાંગધ્રા અમદાવાદ હાઇવે પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ગાડી ઝડપાઈ
- વિદેશી દારૂ નો જથ્થો ભરેલી ગાડી ઝડપાઈ
- તલાશી લેતા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની કુલ ૪૭ બોટલો મળી આવી હતી

અમદાવાદ ધ્રાંગધ્રા હાઈવે પર વિદેશી દારૂ ભરેલી ગાડી પસાર થવાની હોય તેવી બાતમી બજાણા પોલીસ ને મળી હતી આથી બાતમીને આધારે મહેસાણા પોલીસે ધ્રાંગધ્રા હાઈવે પર ની માલવણ ચોકડી નજીક વોચ ગોઠવી હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં પસાર થતી ગાડીની બજાણા પોલીસે રોકી ગાડીની તલાશી લેતા ગાડી ના પાછળના ભાગના બમ્પરમાં ગુપ્ત ખાનાની તલાશી લેતા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની કુલ ૪૭ બોટલો મળી આવી હતી જેમાં પોલીસે સુરેન્દ્રનગરના રવિ જયંતીલાલ ચૌહાણને રૂપિયા 1,42,540ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી બજાણા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી
-A.P : રોપોર્ટ