- Advertisement -
HomeGOV-પ્રેસ જાહેરાત સમાચારગાંધી મૂલ્યોને જન જન સુધી પહોંચાડવા સહિયારો પ્રયાસ કરીએ

ગાંધી મૂલ્યોને જન જન સુધી પહોંચાડવા સહિયારો પ્રયાસ કરીએ

- Advertisement -

ગાંધી મૂલ્યોને જન જન સુધી પહોંચાડવા સહિયારો પ્રયાસ કરીએ

                                                                                          – કાર્યવાહક અધ્યક્ષ શ્રી આઇ.કે.જાડેજા

“આઝાદી કા અમૃત મહોત્સવ”  અંતર્ગત લીંબડી ખાતે

કાર્યક્રમ યોજાયો

  •  “આઝાદી કા અમૃત મહોત્સવ” ની રાજ્યવ્યાપી ઉજવણી થઈ રહી છે
  • લીંબડી સત્યાગ્રહને ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો હતો.
  • વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના પ્રત્યેક નાગરિકમાં રાષ્ટ્રભાવના જાગે તે માટેના અનેકવિધ કાર્યક્રમો હાથ ધર્યા છે.
ગાંધી મૂલ્યોને જન જન સુધી પહોંચાડવા સહિયારો પ્રયાસ કરીએ
ગાંધી મૂલ્યોને જન જન સુધી પહોંચાડવા સહિયારો પ્રયાસ કરીએ

 

ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ઉદ્દેશ્ય સાથે “આઝાદી કા અમૃત મહોત્સવ” ની રાજ્યવ્યાપી ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી આઈ.કે.જાડેજાની ઉપસ્થિતિમાં લીંબડી સ્થિત મનદીપ પાર્ટી પ્લોટ ખાતે લીંબડી સત્યાગ્રહને ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો હતો.

પ્રસંગે કાર્યવાહક અધ્યક્ષશ્રી આઇ.કે.જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમએ માત્ર સરકારી કાર્યક્રમ ન રહેતા નથી સમગ્ર સમાજનો કાર્યક્રમ બને અને આ કાર્યક્રમના માધ્યમથી આપણે સૌ સાથે મળીને ગાંધી મૂલ્યોને જન જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ.

ગાંધી મૂલ્યોને જન જન સુધી પહોંચાડવા સહિયારો પ્રયાસ કરીએ
ગાંધી મૂલ્યોને જન જન સુધી પહોંચાડવા સહિયારો પ્રયાસ કરીએ

તેમણે સરદારસિંહ રાણાને યાદ કરીને જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના પ્રત્યેક નાગરિકમાં રાષ્ટ્રભાવના જાગે તે માટેના અનેકવિધ કાર્યક્રમો હાથ ધર્યા છે. ગાંધી મૂલ્યો જન જનમાં દ્રઢ બને તે માટે ખાદી, સ્વચ્છતા અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગનો સ્વીકાર કરીને આ સરકાર આગળ વધી રહી છે. સ્વચ્છતાને જનભાગીદારી સાથે જોડી સ્વચ્છ ભારત અને સ્વચ્છ ગુજરાત જેવા અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે તેની સાથો સાથ લોકોનો સ્વદેશી વસ્તુઓ તરફ ઝોક વધે તે માટે  “વોકલ ફોર લોકલ” ને પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે.

ગાંધી મૂલ્યોને જન જન સુધી પહોંચાડવા સહિયારો પ્રયાસ કરીએ
ગાંધી મૂલ્યોને જન જન સુધી પહોંચાડવા સહિયારો પ્રયાસ કરીએ

 કાર્યવાહક અધ્યક્ષશ્રીએ આ ઉજવણી પ્રસંગે શેરી, ગામ અને શહેરને સ્વચ્છ બનાવવાના સંકલ્પ સાથે લોકોને સહભાગી બની સાચા અર્થમાં ઉજવણીને સાર્થક કરવા અનુરોધ કર્યો હતો

પ્રસંગે બી.એ.પી.એસ. ના સ્વામીશ્રી મંગલ ચરિતે દેશને ઉન્નત કરવા કટિબદ્ધ બની ને સાચી રાષ્ટ્રભાવના ઉજાગર કરવા ઉપસ્થિતોને આહવાન કર્યું હતું.

   કાર્યક્રમના પ્રારંભમાં લીંબડી સ્થિત ગ્રીન ચોક ખાતેથી લીંબડી શહેર અને આસપાસના ગામના યુવાનોની બાઈક સ્વરૂપે રેલી યોજાઈ હતી. જેણે શહેરના માર્ગો ઉપર ફરી “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમનો સંદેશો જન જન સુધી પહોચાડયો હતો.

ગાંધી મૂલ્યોને જન જન સુધી પહોંચાડવા સહિયારો પ્રયાસ કરીએ
ગાંધી મૂલ્યોને જન જન સુધી પહોંચાડવા સહિયારો પ્રયાસ કરીએ

        પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે. હુડ્ડાએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેષ મેસવાણીયાએ આભારવિધી કરી હતી

        તકે અગ્રણી સર્વશ્રી જગદીશભાઈ મકવાણા, શંકરભાઈ દલવાડી, વર્ષાબેન દોશી, દશરથસિંહ રાણા, મુકેશભાઈ શેઠ અને રાજભા ઝાલા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

શિવરામ આલ

 

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...