દાંડી સત્યાગ્રહમા પાટડી-ખારાઘોડાનુ અનેરુ પ્રદાન રહ્યુ છે
– ધારસભ્યશ્રી કિરીટસિંહ રાણા
પાટડી ખાતે દાંડી યાત્રાની પ્રતિકાત્મક રેલી દ્વારા
“આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમની ઊજવણી કરાઇ
- “આઝાદી કા અમૃત મહોત્સવ” ની રાજ્યવ્યાપી ઉજવણી થઈ રહી છે
- “દાંડી સત્યાગ્રહમા પાટડી-ખારાઘોડાનુ અનેરુ પ્રદાન રહ્યુ છે.
- તેમને ઉપસ્થિતોને સમાજના કુરિવાજો દૂર કરવા અનુરોધ કર્યો હતો.
- પાટડી ચાર રસ્તાથી કડવા પાટીદાર હોલ સુધી દાંડી યાત્રાની પ્રતિકાત્મક રેલી યોજાઇ હતી.
ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ઉદ્દેશ્ય સાથે “આઝાદી કા અમૃત મહોત્સવ” ની રાજ્યવ્યાપી ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે ધારાસભ્યશ્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં પાટડી ખાતે દાંડી યાત્રાની પ્રતિકાત્મક રેલી યોજી “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમની ઊજવણી કરવામા આવી હતી.
આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમા ધારાસભ્યશ્રી કિરીટસિંહ રાણાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, “દાંડી સત્યાગ્રહમા પાટડી-ખારાઘોડાનુ અનેરુ પ્રદાન રહ્યુ છે. દાંડી સત્યાગ્રહ એ અન્યાય સામે ન્યાયની એક મોટી લડત છે. આ લડતમાં દેશ-રાજ્ય સાથે આપણા પાટડી તાલુકાના પણ કેટલાક સ્વાતંત્ર્યવીરોએ ભાગ લીધો હતો.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નવી પેઢીને આપણો ઇતિહાસ અને સ્વાતંત્ર્ય વીરોના બલિદાનોની જાણકારી મળી રહે તે માટે આવા કાર્યક્રમોની ઊજવણી કરવામાં આવે છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી કે. રાજેશએ પ્રાસંગિક ઉદબોધન કરી ગાંધીજીના મૂલ્યો વિષે વાત કરતા જણાવ્યું હતું કે, ગાંધીજીના જીવનથી પ્રેરણા લઇ ગાંધીજીના સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરવા આપડે સૌએ સ્વછતાના આગ્રહી બનવું જોઈએ. સાથે જ તેમને ઉપસ્થિતોને સમાજના કુરિવાજો દૂર કરવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમના પ્રારંભમાં ખારાઘોડાથી ખાતેથી પાટડી ચાર રસ્તા સ્થિત ગાંધીજીની પ્રતિમા સુધીની સાઇકલ રેલી યોજાઈ હતી. ત્યારબાદ પાટડી ચાર રસ્તાથી કડવા પાટીદાર હોલ સુધી દાંડી યાત્રાની પ્રતિકાત્મક રેલી યોજાઇ હતી. યોજાયેલ કાર્યક્રમમા સ્વચ્તા કર્મિઓને મહનુભાવોના હસ્તે સૂતરની આંટી અને સત્યના પ્રયોગો પુસ્તક આપીને સન્માનિત કરવામા આવ્યા હતા.
આ પ્રસંગે મામલતદારશ્રી કે. એસ. પટેલ, નાયબ ખેતી નિયામકશ્રી બી. એ. પટેલ, જૈનાબાદ, વણોદ અને બજાણા સ્ટેટના દરબાર સહેબશ્રી, અગ્રણી સર્વશ્રી દિલિપભાઇ પટેલ, સુખદેવભાઇ પટેલ, જેસંગભાઇ ચાવડા, પી. કે. પરમાર, ખેંગારભાઇ ડોડિયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
*નિતિન રથવી*