Site icon સોહમ 24 ન્યુઝ

બગોદરા-વટામણ હાઇવે પર વિદ્યાર્થીઓ અને શિક્ષકોને નડ્યો અકસ્માત, 3 લોકોનાં મોત, 10 ઈજાગ્રસ્ત

બગોદરા-વટામણ હાઇવે પર વિદ્યાર્થીઓ અને શિક્ષકોને નડ્યો અકસ્માત, 3 લોકોનાં મોત, 10 ઈજાગ્રસ્ત

બગોદરા-વટામણ હાઇવે પર વિદ્યાર્થીઓ અને શિક્ષકોને નડ્યો અકસ્માત, 3 લોકોનાં મોત, 10 ઈજાગ્રસ્ત

બગોદરા-વટામણ હાઇવે પર વિદ્યાર્થીઓ અને શિક્ષકોને નડ્યો અકસ્માત, 3 લોકોનાં મોત, 10 ઈજાગ્રસ્ત

ઝાકળના કારણે તુફાન જીપ બંધ ટ્રક પાછળ ઘુસી ગઇઃ વાપીથી સ્પર્ધામાં ભાગ લઇને પરત ફરતી વખતે અકસ્માત નડયોઃ 10 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અને 3 શિક્ષકોને ઇજા

Google News Follow Us Link

બગોદરા પાસે સર્જાયેલ અકસ્માતમાં 3 ના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે. તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત તુફાન જીપ નજરે પડે છે. તથા ઘટના સ્થળે પોલીસની ગાડી નજરે પડે છે.

રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર બગોદરા-વટામણ નજીક અરણેજ ગામ પાસે આજે સવારે વાપીથી જુડો રમીને પરત ફરી રહેલી રાજકોટની ટીમને અકસ્માત નડતા 3 ખેલાડીના મોત થયા છે. જયારે 10  વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને તથા 3 શિક્ષકોને ઇજા થતા સારવાર માટે પ્રથમ બગોદરા અને ત્યાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડેલ છે. જયાં 6 ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ગૃહિણીઓ માટે માઠા સમાચાર, સિંગતેલ અને કપાસિયા તેલનો ડબ્બો થયો આટલો મોંઘો

પ્રાપ્ય માહીતી મુજબ રાજકોટની એવી જસાણી, એસ.એન.કે. અને ધોળકીયા શાળાના વિદ્યાર્થીઓ વાપી જુડો રમવા માટે ગયા હતા. જયાંથી પરત ફરતી વખતે આજે સવારે તેની તુફાન જીપને અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં વિશાલ મુકેશભાઇ ઝરીયા, હર્ષલ ભાર્ગવભાઇ પઢીયાર અને ઇશીતા ધોળકીયાના મોત નિપજયા છે. જયારે 10 વિદ્યાર્થીઓ, 3 શિક્ષકોને ગંભીર ઇજા થઇ છે. આ બનાવ અંગે બગોદરાના પીએસઆઇ એ.એન.જાની અને ટીમે તપાસ હાથ ધરી છે.

ત્યારે મૃતક ના ડેડબોડીને પીએમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે અન્યતર તે ઇજાગ્રસ્તો છે તેમને સારવાર માટે અમદાવાદ ખાતે તાત્કાલિક 108 મારફ્તે ખસેડવામાં આવ્યા છે ત્યારે આ મામલે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે અને રાજકોટના શિક્ષક અને વિદ્યાર્થીઓ ક્રિકેટ રમવા વાપી જતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે અકસ્માતના પગલે ત્રણ લોકોના મોત નિપજયા છે જેમની ડેડ બોડી તુફાન કારમાંથી બહાર કાઢવામાં આવી છે.

BCCI ચીફ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ, કોલકાતાની હોસ્પિટલમાં દાખલ

આ અકસ્માતમાં ઘટના સ્થળ ઉપર ત્રણના મોત નીપજયા છે અને 10 વ્યક્તિઓ ઘાયલ થયા છે જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે તેઓને તાત્કાલીક સારવાર માટે પ્રથમ બગોદરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે તાત્કાલીક અસરે અમદાવાદ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ બનાવની જાણ થતા રાજકોટથી શાળા સંચાલકો તથા વિદ્યાર્થીઓના વાલીઓ ઘટના સ્થળે દોડી ગયા છે. ઇજાગ્રસ્તોને તાબડતોબ સારવાર મળે તે માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. એક સાથે 3 વિદ્યાર્થીઓના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે.

માઠા સમાચાર: ‘શોલે’ ફિલ્મના આ જાણીતા અભિનેતાનું નિધન,શોકમગ્ન થયું બોલીવૂડ

વધુ સમાચાર માટે…

અકિલા ન્યુઝ.કોમ

Google News Follow Us Link

Exit mobile version