Site icon સોહમ 24 ન્યુઝ

અમદાવાદ વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર જાહેર થયું, ઇઝરાયલનું તેલ અવીવ વિશ્વનું સૌથી મોંઘું શહેર, સીરિયાનું દમાસ્કસ સૌથી સસ્તું

અમદાવાદ વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર જાહેર થયું, ઇઝરાયલનું તેલ અવીવ વિશ્વનું સૌથી મોંઘું શહેર, સીરિયાનું દમાસ્કસ સૌથી સસ્તું

અમદાવાદ વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર જાહેર થયું, ઇઝરાયલનું તેલ અવીવ વિશ્વનું સૌથી મોંઘું શહેર, સીરિયાનું દમાસ્કસ સૌથી સસ્તું

અમદાવાદ વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર જાહેર થયું, ઇઝરાયલનું તેલ અવીવ વિશ્વનું સૌથી મોંઘું શહેર, સીરિયાનું દમાસ્કસ સૌથી સસ્તું

Google News Follow Us Link

દેશનું પ્રથમ હેરિટેજ સિટી અને ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર બની ગયું છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે તાજેતરમાં જાહેર કરેલા ‘વર્લ્ડવાઇડ કોસ્ટ ઓફ લિવિંગ સરવે 2021’ રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. આ રિપોર્ટમાં વિશ્વના 173 દેશોમાં જીવનધોરણ અને ખર્ચમાં આવેલા ઉતાર-ચઢાવને આધારિત રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે.

આ યાદીમાં અમદાવાદ સિવાય ભારતના એક પણ શહેરનો સમાવેશ થયો નથી. WCOL ઇન્ડેક્સમાં અમદાવાદને 37 પોઇન્ટ મળ્યા છે અને તેને 167મું રેન્ક મળતાં તે સાતમું સૌથી સસ્તું શહેર બન્યું છે. આ ઇન્ડેક્સમાં પાકિસ્તાનના કરાચી શહેરને 36 પોઇન્ટ મળતાં તે 168મા રેન્ક પર આવ્યું છે. આમ સૌથી સસ્તા શહેરમાં કરાચીએ અમદાવાદને પાછળ છોડી દીધું છે. વિશ્વનું સૌથી સસ્તું શહેર સીરિયાનું દમાસ્કસ છે જેને માત્ર 12 પોઇન્ટ મળ્યા છે. ઇઝરાયેલનું તેલ અવીવ શહેર 106 પોઇન્ટ મેળવીને સૌથી મોંઘું શહેર જાહેર થયું છે.

ગીર સોમનાથ: દરિયામાં વાવાઝોડા જેવા પવનથી ગીર સોમનાથની 15 બોટ ડૂબી, 8 ખલાસી લાપતા

173 દેશોની આ યાદીમાં અમદાવાદનો પહેલીવાર સમાવેશ થયો છે. રિપોર્ટમાં સૌથી સસ્તા શહેરો પૈકી અમદાવાદ અને ટ્યૂનીસિયાનું ટ્યૂનીસ શહેરનો વિશેષની વિશેષ નોંધ લેવામાં આવી છે. આ યાદીમાં પેટ્રોલના ભાવને લઈને પણ સૌથી મોંઘા શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં પણ ભારતના એક પણ મેટ્રો શહેરનો સમાવેશ નથી થયો. પેટ્રોલનો ભાવ સૌથી વધુ હોંગકોંગમાં છે. આ યાદીમાં તેલ અવીવ ચોથા સ્થાને છે.

ઇઝરાયલનું તેલ અવીવ વિશ્વનું સૌથી મોંઘું શહેર, પ્રોપર્ટીની કિંમતો આસમાને –

ઇઝરાયલનું તેલ અવીવ વિશ્વનું સૌથી મોંઘુ શહેર છે. દેશની કરન્સી શેકેલમાં આવેલી મજબૂતાઈ મોંઘવારી વધવાના મુખ્ય કારણો છે. અહીં ખાવા-પીવાની વસ્તુઓ તથા પ્રોર્પટીની કિંમતો પણ ખૂબ જ ઝડપથી વધી રહી છે.

હવે WhatsApp ની મદદથી પણ ખોલી શકો છો Demat Account, IPO માટે પણ કરી શકાશે એપ્લાય

વિશ્વનાં સૌથી મોંઘાં શહેરો:

રેન્ક

શહેર

દેશ

WCOL

1. તેલ અવીવ ઇઝરાયલ 106
2. પેરિસ ફ્રાન્સ 104
3. સિંગાપોર સિંગાપોર 104
4. જ્યૂરિક સ્વિત્ઝરલેન્ડ 103
5. હોંગકોંગ ચીન 101
6. ન્યૂયોર્ક યૂએસ 100
7. જીનેવા સ્વિત્ઝરલેન્ડ 99
8. કોપનહેગન ડેનમાર્ક 97
9. લોસ એન્જેલસ યૂએસ 96
10. ઓકાસા જાપાન 94

વિશ્વનાં સૌથી સસ્તાં શહેરો:

રેન્ક

શહેર

દેશ

WCOL

1. દમાસ્કસ સીરિયા 12
2. ત્રિપોલી લીબિયા 23
3. તાશ્કંદ ઉઝબેકિસ્તાન 30
4. ટ્યૂનીસ ટ્યૂનીસિયા 33
5. અલમાટી કઝાકસ્તાન 35
6. કરાચી પાકિસ્તાન 36
7. અમદાવાદ ભારત 37
8. અલજિયર્સ અલ્ગેરિયા 38
9. બ્યૂઓનસ એરિસ આર્જેન્ટિના 39
10. લુસાકા ઝામ્બિયા 39

 

શું કેટરીનાએ સલમાન અને તેના પરિવારને આપ્યુ છે આમંત્રણ ? અર્પિતાએ આપ્યો જવાબ

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version