ગુજરાતની એક નગરપાલિકાનું ફરમાન, ટૂંકા વસ્ત્રો પહેરીને ઓફિસમાં આવવુ નહિ…
- પ્રમુખ કે સી.ઓ.ની ઓફિસમાં ચડ્ડો, કેપરી, બંડી જેવા ટૂંકા વસ્ત્રો પહેરી આવનારા પાસેથી દંડની વસુલાત કરાશે
- મહિલા કર્મીઓ ક્ષોભજનક સ્થિતિમાં ન મૂકાય તે માટે આ નિર્ણય લેવાયો છે.
અત્યાર સુધી મહિલાઓના ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ મૂકાતો હતો. પરંતુ ગુજરાતની એક નગરપાલિકામાં પહેલીવાર જોવા મળ્યું કે, ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ મૂકાયો છે. આણંદ પાસેના બોરીયાવી પાલિકામાં વિચિત્ર ફરમાન બહાર પાડવામાં આવ્યું છે. અહીં ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશવા પર પ્રતિબંધ મૂકાવાયો છે. એટલુ જ નહિ, ટૂંકા વસ્ત્રો પહેરીને આવનાર પાસેથી દંડ વસૂલવાનો પણ નિર્ણય લેવાયો છે.
શેરબજારની ઘટાડા સાથે શરૂઆત, Sensex 60000 તો Nifty 18000 નીચે સરક્યો
શું છે ફરમાન:
બોરીયાવી નગરપાલિકાના ચીફ ઓફિસરે ફરમાન જાહેર કર્યું કે, નગરપાલિકા પરિસર કે ચીફ ઓફિસર કે પ્રમુખની ચેમ્બરમાં ટૂંકા વસ્ત્રો (કેપરી, ચડ્ડો) પહેરી પ્રવેશ કરવો નહિ. જો માલૂમ પડશે તો દંડ વસૂલ કરવામાં આવશે. પાલિકાની બહાર આ પ્રકારનું બોર્ડ લગાવાયું છે.
ટુંકા વસ્ત્રોને કારણે મહિલા કર્મચારીઓ ક્ષોભ અનુભવતી હોઈ પગલાં લેવાયા:
આવું ફરમાન કરવા પાછળ ચીફ ઓફિસર દ્વારા ખુલાસો કરાયો છે કે, નગરપાલિકામાં છેલ્લા કેટલાંક સમયથી કેટલાંક લોકો કોઇ કામ અર્થે આવે ત્યારે કેપરી કે ટૂંકા ચડ્ડા પહેરીને આવતાં હતા. જેથી ઓફિસમાં કામ કરતી મહિલા કર્મચારીઓ ક્ષોભ અનુભવતી હતી. ટૂંકા વસ્ત્રો પહેરીને પુરુષો જેમતેમ બેસતા હતા, જેથી જોનારને પણ શરમ અનુભવાતી હતી. આ બાબત અમારા ધ્યાને આવી હતી. મહિલા કર્મીઓ ક્ષોભજનક સ્થિતિમાં ન મૂકાય તે માટે આ નિર્ણય લેવાયો છે.
Taarak Mehta Ka Ooltah Chashmah: ફેન્સ વર્ષોથી જોઈ રહ્યા હતા જેની રાહ, આખરે તે આવી ગઈ!