બિગ બી : અમિતાભ બચ્ચને કહ્યું, KBCના સેટ પર આવતા હાથ-પગ ધ્રૂજે છે, જાણો શા માટે?
‘કૌન બનેગા કરોડપતિ’ની 14મી સિઝન : મનોરંજન ઉદ્યોગમાં આટલો અનુભવ હોવા છતાં અમિતાભ બચ્ચન આજે પણ કેબીસીમાં જતા ડરે છે. તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યૂમાં અમિતાભે આ વાતનો ખુલાસો કર્યો છે. તેઓ કેબીસીના સેટ પર આવે છે, ત્યારે કેવું અનુભવે છે એ અંગે જાણકારી આપી છે.
- ‘કૌન બનેગા કરોડપતિ’ની 14મી સીઝન
- અમિતાભ બચ્ચન આજે પણ કેબીસીમાં જતા ડરે છે.
Kaun Banega Crorepati 14: બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન 79 વર્ષની ઉંમરે પણ એક્ટિવ છે. તેઓ આ ઉંમરે પણ હિટ ફિલ્મો આપી રહ્યા છે. આ ઉપરાંત તેમનો ‘કૌન બનેગા કરોડપતિ’ શો ઘરે ઘરે જાણીતું નામ બની ગયો છે. હવે તેઓ ‘કૌન બનેગા કરોડપતિ’ની 14મી સીઝનમાં જોવા મળશે.
મનોરંજન ઉદ્યોગમાં આટલો અનુભવ હોવા છતાં અમિતાભ બચ્ચન આજે પણ કેબીસીમાં જતા ડરે છે. તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યૂમાં અમિતાભે આ વાતનો ખુલાસો કર્યો છે. તેઓ કેબીસીના સેટ પર આવે છે, ત્યારે કેવું અનુભવે છે એ અંગે જાણકારી આપી છે.
અમિતાભ બચ્ચન વર્ષોથી KBCને કેમ હોસ્ટ કરી રહ્યા છે?
અમિતાભ બચ્ચન વર્ષ 2000થી KBC હોસ્ટ કરી રહ્યા છે. આ શોની ત્રીજી સિઝન શાહરુખ ખાને હોસ્ટ કરી હતી. અમિતાભ વર્ષો સુધી એક જ શો કેમ હોસ્ટ કેમ હોસ્ટ કરી રહ્યા છે? તેની પાછળનું કારણ શું છે? આ બાબતે તેમણે ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યુમાં ફોડ પાડ્યો હતો.
તેમણે કહ્યું કે, સેટ પર આવતા લોકો મને સ્ટેજ પર આવવા માટે દબાણ કરે છે. હું સ્ટેજ પર આવું કે તરત જ તેઓ જે રીતે મારું સ્વાગત કરે છે અને જે રીતે હોટ સીટ પર બેઠેલા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરે છે, તેના કારણે જ હું દરેક સિઝનમાં આવું છું.
અમિતાભ બચ્ચન KBCમાં આવતા કેમ ડરે છે?
અમિતાભ બચ્ચને ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે, તેઓ સ્ટેજ પર આવતા ડરે છે અને તેના હાથ-પગ ધ્રૂજવા લાગે છે. તેમણે કહ્યું કે, હું સેટ પર આવું ત્યારે મારા હાથ અને પગ ધ્રૂજવા લાગે છે. મને સવાલ થાય છે કે શું હું તે કરી શકીશ કે નહીં? કેવું રહેશે? દરરોજ મને ડર લાગે છે કે હું કેવી રીતે હોસ્ટ કરીશ?
જો કે, હું પ્રેક્ષકોને જોઉં છું ત્યારે મને પ્રેરણા મળે છે. સ્ટેજ પર આવું ત્યારે હું તેમનો આભાર માનું છું, કારણ કે તેમના કારણે હું અહીં છું. જે રીતે તેઓ રસ દાખવે છે અને પ્રેમ આપે છે, તે વાત આગળ વધવા માટે પ્રેરિત કરે છે.