વડોદરાની કંપનીમાં બોઈલર ફાટ્યું, એક કામદારનું મોત, 14 ઈજાગ્રસ્ત

Photo of author

By SOHAM 24 NEWS

વડોદરાની કંપનીમાં બોઈલર ફાટ્યું, એક કામદારનું મોત, 14 ઈજાગ્રસ્ત

Google News Follow Us Link

વડોદરાની કંપનીમાં બોઈલર ફાટ્યું, એક કામદારનું મોત, 14 ઈજાગ્રસ્ત

  • મધ્ય ગુજરાતમાં દસ દિવસના ગાળામાં બીજી મોટી દુર્ઘટના
  • બોઈલર ફાટતા કંપનીમાં કામ કરતા 14 જેટલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત

મધ્ય ગુજરાતમાં દસ દિવસના ગાળામાં બીજી મોટી દુર્ઘટના સર્જાઈ છે. પંચમહાલમાં કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આજે વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઈલર ફાટવાની ઘટના બની હતી. બોઈલર ફાટતા કંપનીમાં કામ કરતા 14 જેટલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમજ એક કામદારનુ મોત થયાનુ સામે આવ્યુ છે.

મા-બાપ ગુમાવી ચુકેલી દિકરીઓનાં એવા શાહી લગ્ન કે ઉદ્યોગપતિઓને પણ ઇર્ષા આવે

વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં આજે સવારે પોણા નવ વાગ્યાની આસપાસ બોઈલર ફાટવાની ઘટના બની છે. બોઈલર ફાટતાં કંપનીમાં કામ કરતા અનેક કર્મચારીઓ દાઝ્યા છે. તમામ કર્મચારીઓને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટના બાદ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી.

વડોદરાની કંપનીમાં બોઈલર ફાટ્યું, એક કામદારનું મોત, 14 ઈજાગ્રસ્ત

આ ઘટનામાં એક કર્મચારીનું મોત નિપજ્યાની માહિતી સામે આવી છે. તો 14 જેટલા કર્મચારીઓ દાઝ્યા છે. જોકે, સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બ્લાસ્ટની ઘટનામાં નાના બાળકો પણ દાઝ્યા છે. ત્યારે સવાલ એ છે કે આખરે આ કંપનીમાં બાળકો શુ કરતા હતા. આ બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે, આસપાસની દીવાલ પણ ધરાશયી થઈ ગઈ છે. કંપની પાસેની દીવાલો તૂટી પડી હતી, તો નજીકના ઘરનો સામાન પણ વેરવિખેર થઈ ગયો હતો.

Voter Id કાર્ડને Aadhaar કાર્ડ સાથે ઘરે બેઠા કરો લિંક, જાણો સમગ્ર પ્રક્રિયા

વધુ સમાચાર માટે…

ZEE૨૪ કલાક

Google News Follow Us Link