સુરેન્દ્રનગર શહેરના ટાગોર બાગમાં સાફ સફાઇ હાથ ધરવામાં આવી
- સુરેન્દ્રનગર શહેરના ટાગોર બાગમાં સાફ સફાઇ હાથ ધરવામાં આવી.
- સાંજના સમયે લોકો કુદરતી વાતાવરણનો લાભ લેવા ટાગોર બાગની મુલાકાત લેતા હોય છે.
સુરેન્દ્રનગર શહેરના ટાગોર બાગમાં સાફ સફાઇ હાથ ધરવામાં આવી. સુરેન્દ્રનગરમાં ધીરે ધીરે ગરમી વધી રહી છે. તેમ તાપમાનનો પારો પણ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના એકમાત્ર ટાગોર બાગમાં સાંજના સમયે લોકો કુદરતી વાતાવરણનો લાભ લેવા શહેરના ટાગોર બાગની મુલાકાત લેતા હોય છે. ત્યારે આ લોકોને કોઈ ગરમીનો અહેસાસ ન થાય તેને ધ્યાને રાખીને ટાગોર બાગની સાર સંભાળ રાખતા લોકો દ્વારા નિયમિત પાણી છંટકાવ તેમ જ સાફ-સફાઈ કરવા સાથે બાંકડાઓની પણ સાફ-સફાઇ હાથ ધરવામાં આવી છે. આમ સુરેન્દ્રનગર ટાગોર બાગમાં સાફ સફાઇ હાથ ધરીને લોકોને આહલાદક વાતાવરણ પણ મળી રહ્યું છે.
સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળના વિસ્તારમાં રામાપીર મહારાજનું આખ્યાન યોજાયું હતું