મોતના 10 દિવસ બાદ ફરિયાદ: ભાભરમાં છેડતીનો ભોગ બનેલી છાત્રાનો આપઘાત, શિક્ષકની ધરપકડ

Photo of author

By rohitbhai parmar

Table of Contents

મોતના 10 દિવસ બાદ ફરિયાદ: ભાભરમાં છેડતીનો ભોગ બનેલી છાત્રાનો આપઘાત, શિક્ષકની ધરપકડ

Complaint 10 days after death: Suicide of a student who was molested in Bhabhar, teacher arrested

  • ભાભરની રાધે ઇન્ટર નેશનલ સ્કૂલની સગીરાને એક વર્ષ સુધી ન્યાય ન મળતાં પંખે ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
  • 28 જૂન 2021 માં સગીરાની શિક્ષક અને ચાર છાત્રોએ છેડતી કરી હતી ઉતારેલો વીડિયો વાયરલ કરવાની ધમકી આપતાં ટેન્શનમાં રહેતી હતી
  • ધો.11ની વિદ્યાર્થિનીને શિક્ષકે નવીન દરજીએ મોઢામાં ડૂચો માર્યો હતો

ભાભરની રાધે ઇન્ટરનેશનલ સ્કૂલના કોચિંગ ક્લાસમાં 28 જૂન 2021 ના દિવસે એક સગીરા ગણિતના શિક્ષક નવની દરજી અને 4 વિદ્યાર્થીઓની છેડતીનો ભોગ બની હતી. જેના કારણે અભ્યાસ બંધ થઈ જતા તે સતત ટેન્શનમાં રહેતી હતી. તેમજ છાત્રો અને શિક્ષકે ઉતારેલો વિડીયો વાયરલ કરવાની અવારનવાર ધમકી આપતા હતા.

જેને એક વર્ષ પછી પણ ન્યાય ન મળતાં આખરે મરવા માટે મજબૂર થઈ હતી. અને દસ દિવસ અગાઉ પોતાના ઘરે જ પંખા સાથે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.આ અંગે સગીરાના કાકાએ આપઘાત કરવા માટે મજબૂર કરનાર શિક્ષક અને ચાર છાત્રો સામે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

છાત્રા 28 જૂન 2021 સવારે સ્કૂલમાં કોચિંગ ક્લાસમાં ગઈ હતી

ભાભરમાં આવેલી રાધે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતી 15 વર્ષીય છાત્રા 28 જૂન 2021 સવારે સ્કૂલમાં કોચિંગ ક્લાસમાં અભ્યાસ અર્થે ગઈ હતી. જ્યાં ક્લાસરૂમમાં તેની સાથે અભ્યાસ કરતા ચાર છાત્રો સાથે બેઠી હતી.દરમિયાન સ્કૂલના ગણિત વિષયના શિક્ષક નવીન દરજીએ ભણાવવાનું શરૂ કર્યું હતું. ત્યારે છાત્રાની પાછળ બેઠેલા બે વિદ્યાર્થીઓએ પાસે આવી હાથ પકડી રાખ્યા અને શિક્ષક નવીનભાઈ દરજીએ મોઢે દુપટ્ટાનો ડૂચો માર્યો હતો.અને ત્રીજા વિદ્યાર્થીએ તેનો કોલર ફાડી નાંખ્યો હતો. જ્યારે ચોથાએ મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હતો.

18 જૂને હીરાબાનો જન્મદિવસ: 100મા જન્મદિવસે માતાને મળવા આવશે PM નરેન્દ્ર મોદી, વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન

વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ચારેય રૂમની બહાર નીકળી ગયા

ત્યારબાદ શિક્ષક નવીનભાઈ દરજીએ આ વાત કોઈને કહીશ તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ચારેય રૂમની બહાર નીકળી ગયા હતા. જે પછી ગભરાયેલી સગીરા અમદાવાદ જતી રહી હતી. અને 28 ઓગસ્ટ 2021ના રોજ વિડીયો વાયરલ કરવાની ધમકી મળી હતી. જેની તેણીએ ભાભર પોલીસ મથકે પાંચેય સામે ફરિયાદ નોંધાવી હતી.

પોતાના ઘરે જ પંખા સાથે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો
​​​​​​​​​​​​​​
જોકે, આ સમય એક વર્ષ દરમિયાન તેને ન્યાય મળ્યો નહોતો. અભ્યાસ બંધ થઈ જતા તે સતત ટેન્શનમાં રહેતી હતી. તેમજ છાત્રો અને શિક્ષકે ઉતારેલો વિડીયો વાયરલ કરવાની અવારનવાર ધમકી આપતા હતા. છેવટે મરવા માટે મજબૂર થઈ હતી. અને દસ દિવસ અગાઉ તારીખ 6/6/2022ના રોજ પોતાના ઘરે જ પંખા સાથે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે સગીરાના કાકાએ આપઘાત કરવા માટે મજબૂર કરનાર શિક્ષક અને ચાર છાત્રો સામે બુધવારે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ઈંધણનું સંકટ ગહેરુ બન્યું: ખેડા જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં પેટ્રોલ-ડિઝલની અછત વર્તાઈ, અનેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ ન હોવાના બોર્ડ લાગ્યા

હે… રામ ન્યાય માટે આટલી વેદના વેઠવી પડી , માસ અગાઉ પણ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો છતાં તંત્રએ ગંભીરતા ન લીધી

આ અંગે સગીરાના કાકાએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતું કે, રાધે સ્કૂલના શિક્ષક અને છાત્રો દ્વારા મારી ભત્રીજી સાથે થયેલા દુર્વ્યવહાર અને તંત્રની ઢીલી નીતિના કારણે તે માનસિક રીતે ભાંગી પડી હતી. છ માસ અગાઉ પણ તેને દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે વખતે મામલતદાર સમક્ષ પણ રાધે ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષક તેમજ છાત્રોના કારણે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું અને જો તેમની સામે કાર્યવાહી નહીં થાય તો હવે પછી ફરીથી આપઘાત કરશે તેવું સ્પષ્ટ જણાવ્યું હતું. છતાં તંત્ર દ્વારા આ નરાધમો સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા છેવટે મારી ભત્રીજીએ પાંચેયના ત્રાસથી આપઘાત કરી જીવન ટૂંકાવી દીધું છે.

મેં પરિવાર સાથે આત્મવિલોપન કરવાની ચીમકી આપી ત્યારે જ પોલીસે ફરિયાદ નોંધી:સગીરાના કાકા

સગીરાના કાકા જણાવ્યું હતું કે, ભાભર ની રાધે ઈન્ટરનેશનલ સ્કુલ રાજકીય આગેવાનોની સ્કૂલ છે. જેમાં ગરીબ પરિવારની દીકરીઓ સાથે આવી રીતે દુર્વ્યવહાર કરવામાં આવતો જ હશે. મારી ભત્રીજી હિંમત કરીને તેને બહાર લાવી હતી. છતાંય ન્યાય ન મળતા તેમના ત્રાસથી મોતને વ્હાલું કર્યું હતું. જવાબદારો સામે પોલીસ ફરિયાદ લેતી ન હતી. મેં જિલ્લા પોલીસ વડા સમક્ષ મારા પરિવાર સાથે આત્મવિલોપનની ચીમકી આપી ત્યારે જ ફરિયાદ નોંધી છે.

Complaint 10 days after death: Suicide of a student who was molested in Bhabhar, teacher arrested

સગીરાની સ્યુસાઈડ નોટ
ટ્રસ્ટીઓએ સ્કૂલની ઈજ્જત બચાવવા માટે આરોપીઓનો સપોર્ટ કર્યો, પોલીસને ફોડી એટલે મરવું પડ્યું

હાઈસ્કૂલમાં શિક્ષક અને વિદ્યાર્થીઓની છેડતીનો ભોગ બનેલી સગીરાએ લખેલી સુસાઇટ નોટ 8 જૂને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેમાં તેણીએ પોતાની સાથે થયેલ દુર્વ્યવહારનો ચિતાર લખ્યો છે. પોલીસની કાર્યવાહી ઉપર આક્ષેપ કર્યા છે. તેમજ છેલ્લે ટ્રસ્ટીઓએ સ્કૂલ ની ઈજ્જત બચાવવા માટે આરોપીઓનો સપોર્ટ કર્યો, પોલીસને ફોડી એટલે મરવું પડ્યું એવું લખાણ લખેલું છે. નીચે સગીરાની ટૂંકી સહી છે.

શાળામાંથી શિક્ષકને છૂટો કરી દેવાયો છે

ભાભરની રાધે ઈન્ટરનેશનલ સ્કુલમાં સગીર છાત્રાની છેડતીના કેસમાં સંડોવાયેલા શિક્ષક સામે ફરિયાદ દાખલ થઇ છે. ફોજદારી કાર્યવાહી ચાલી રહી છે. જેને શાળામાંથી જે તે વખતે જ છૂટો કરી દેવામાં આવ્યો હતો. – નરેન્દ્રસિંહ ચાવડા ( જિલ્લા શિક્ષણાધિકારી, બનાસકાંઠા)​​​​​​​

શિવભક્ત: ટીવીની નાગિન બની ગઈ અંધારાની રાણી, બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં મૌની રૉયનો લુક જોઈ રૂંવાડા ઊભા થઈ જશે

શિક્ષકની અટકાયત કરાઈ: ડીવાએસપી

ભાભરની રાધે ઈન્ટરનેશનલ સ્કુલમાં બનેલી છેડતીની ઘટના બાદ સગીર છાત્રાએ આપઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં દર્શાવેલા આરોપીઓ પૈકી શિક્ષક દોલતપુરાના નવીનભાઈ માલાભાઈ દરજીની અટકાયત કરવામાં આવી છે. જ્યારે અન્ય છાત્રને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.- કૌશલ ઓઝા ( ડીવાયએસપી, ડીસા)​​​​​​​

181 અભયમની મદદથી નરાધમોને ખુલ્લા પાડ્યા હતા

​​​​​​​ડરના કારણે છેડતી થઈ હોવાની હકીકત છૂપાવી હતી અને થોડા દિવસ પછી એક મોબાઇલ નંબર ઉપરથી ફોન આવ્યો કે સ્કૂલમાં તારો વીડિયો ઉતાર્યો હતો તે યાદ છે ને જો કોઈને કહીશ તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા સગીરા ગભરાઈ ગઈ અને પાલનપુર 181 અભયમ ટીમને જાણ કરી હતી. આ ટીમની મદદથી શિક્ષક નવીનભાઈ દરજી, સ્કૂલના વિદ્યાર્થીઓ બે અજાણ્યા સહિત પાંચ શખ્સો સામે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

સુરેન્દ્રનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link