નકલી નોટ પ્રકરણ: સુરેન્દ્રનગરના નકલી નોટ પ્રકરણમાં વધુ એકનું નામ ખુલ્યું, મુખ્ય સૂત્રધારે છ વખત નકલી નોટો શખ્સ પાસેથી મંગાવી હતી
- યુનુસ નામનો શખ્સ રૂપિયા 2500ની અસલી નોટ સામે રૂપિયા 8000ની નકલી નોટ આપતો હોવાનું બહાર આવ્યું
- પોલીસે નકસી નોટના રેકેટમાં અત્યાર સુધીમાં 4 લોકોને ઝડપી પાડ્યા છે
સુરેન્દ્રનગરના નકલી નોટ પ્રકરણમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. કારમાં નકલી નોટ સગેવગે કરતાં ઝડપાયેલા પ્રદીપ ફેકલ્ટીના મહારાજે યુનુસ નામના શખ્સ પાસેથી 5થી 6 વાર નકલી નોટો મંગાવી હોવાનું તેમજ યુનુસ રૂપિયા 2500ની અસલી નોટ સામે રૂપિયા 8000ની નકલી નોટ આપતો હોવાનું બહાર આવ્યું છે.
સુરેન્દ્રનગરમાં એસ.ઓ.જી પોલીસે રૂપિયા 50,100 અને 200ની નકલી નોટ સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા. આ ચાર શખ્સો પૈકી મુખ્ય સૂત્રધાર હાઉસિંગ સોસાયટીમાં રહેતો પ્રદીપ ઉર્ફે ટીના મહારાજ અવારનવાર પુસ્તકો ખરીદવા અમદાવાદ જતો હતો. આ દરમિયાન બસમાં તેને વિરમગામથી યુનુસ નામના શખ્સનો પરિચય થયો હતો. યુનુસ તેને નકલી નોટ વટાવવા આપી હતી. તે તેણે સરળતાથી વટાવીને ફરી રૂપિયા 2500ની અસલી નોટ સામે આઠ હજારની નકલી નોટ મંગાવી હતી. ટીના મહારાજે બેથી ત્રણ મહિનામાં છ વાર નકલી નોટ મંગાવી હોવાનું બહાર આવ્યું છે.
જેમાં ત્રણ વાર રૂપિયા 2500ની અસલી નોટ સામે રૂપિયા 8000ની નકલી નોટ રૂપિયા પાંચ હજારની અસલી નોટ સામે રૂપિયા 16,500ની નકલી નોટ અને રૂપિયા 10,000ની અસલી નોટ સામે રૂપિયા 30 હજારની નકલી નોટ મંગાવી હોવાનું જાણવા મળે છે.
મન્ડે પોઝિટિવ: છેલ્લા 10 વર્ષથી નિ:શુલ્ક તાલીમ આપતા ઝાલાવાડના કોચ
પ્રદીપ ઉર્ફે ટીના મહારાજના ઘરે રામદેવપીરનું મંદિર છે. નકલી નોટ સાથે પકડાયેલા પિયુષ રમણલાલ શાહ ત્યાં દર્શને આવતો હતો. પ્રદીપે 100ની અસલી નોટો સામે રૂપિયાની નકલી નોટના ભાવે તેને નકલી નોટ આપી હતી અને પિયુષે શ્યામ અશોકભાઈ ઝાલા અને ધર્મેશ કરસનભાઈ મકવાણાને નકલી નોટ વટાવવા આપી હતી. એસ.ઓ.જી.પોલીસે ચારેયને ઝડપી લઈને સુરેન્દ્રનગરમાં નકલી નોટના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ પ્રકરણમાં યુનુસ નામના નવા શખ્સનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.